બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કેપ્ટનશીપ ગયા બાદ પહેલી વાર બોલ્યો રોહિત શર્મા, આખું ક્રિકેટ જગત હલી ગયું, ગૌતમ ગંભીરની બોલતી બંધ!
Last Updated: 08:30 AM, 8 October 2025
કેપ્ટનશીપ ગયા બાદ પહેલી વાર રોહિત શર્માએ મોં ખોલ્યું હતું. રોહિત ઈશારામાં ઈશારામાં ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું હતું. રોહિતે કહ્યું કે રાહુલ દ્રવિડને કારણે જ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી જીતી શકી હતી.
ADVERTISEMENT
ક્રિકેટ રેટિંગ એવોર્ડ સમારોહમાં શું બોલ્યો રાહુલ
CAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ સમારોહમાં બોલતા, રોહિત શર્માએ કહ્યું, "મને તે ટીમ ખૂબ ગમે છે અને મને તેમની સાથે રમવાનું ગમે છે. આપણે બધા વર્ષોથી આ સફર પર છીએ. આ એક કે બે વર્ષની વાત નહોતી, તે લાંબા સમયથી ચાલતો પ્રયાસ હતો. અમે ઘણી વખત ટ્રોફી જીતવાની નજીક પહોંચ્યા પણ શક્યા નહીં. પછી અમે બધાએ નક્કી કર્યું કે આપણે કંઈક અલગ કરવાની જરૂર છે, અને તેને પહોંચી વળવાના બે રસ્તા હતા. વિચાર હતો કે આ કરવું કે તે કરવું. તે ફક્ત એક કે બે ખેલાડીઓ દ્વારા થઈ શકતું નથી. અમને દરેક વ્યક્તિએ આ વિચારને સ્વીકારવાની જરૂર હતી, અને તે દરેક તરફથી સારું હતું.
ADVERTISEMENT
રાહુલ ભાઈએ ઘણી મદદ કરી
રોહિત શર્માએ કહ્યું અમે T20 વર્લ્ડ કપ 2024 માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ભાઈએ (દ્રવિડ) અને મને ઘણી મદદ કરી. અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેને ચાલુ રાખ્યું. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ગૌતમ ગંભીર ભારતીય ટીમના મુખ્ય કોચ હતા એટલે રોહિત ચેમ્પિયન ટ્રોફી જીતનો શ્રેય ગૌતમ ગંભીરને ન આપતાં રાહુલ દ્રવિડને આપ્યો હતો.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિતને કેપ્ટન પદેથી હટાવાયો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કેપ્ટન પદેથી હટાવાયો છે. તેને બદલે શુભમન ગિલને કેપ્ટન બનાવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.