બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / કેપ્ટન પદેથી રોહિત શર્માની હકાલપટ્ટી બાદ મુંબઈ ઈન્ડિયન્સે કર્યું આ એલાન, મોટા મોટા ક્રિકેટરો હેરાન
Last Updated: 11:50 AM, 5 October 2025
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો નથી તેને બદલે શુભમન ગિલને કેપ્ટન બનાવાયો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની હકાલપટ્ટી બાદ સોશિયલ મીડિયામાં એક ખાસ વાત કરીને રોહિતના ઉત્સાહને ટકાવી રાખ્યો છે.
ADVERTISEMENT
खुल के खेलेंगे... और 🇮🇳 खुल के खेला!
— Mumbai Indians (@mipaltan) October 4, 2025
🫡 𝗥𝗢𝗛𝗜𝗧 𝗦𝗛𝗔𝗥𝗠𝗔 🫶 pic.twitter.com/kMs9V0JG8l
શું લખ્યું મુંબઈ ઈન્ડિયન્સે
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે ખુલ કે ખેલેંગે, ઓર ખુલ કે ખેલા, (અર્થાત એકદમ ખુલીને રમશે અને ખુલીને રમ્યો)
મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને કેપ્ટન પદેથી હટાવ્યો હતો
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે, MI એ IPL 2024 પહેલા રોહિત પાસેથી કેપ્ટનનો તાજ છીનવી લીધો હતો. 2023 ODI વર્લ્ડ કપ પછી MI એ એક બોલ્ડ નિર્ણય લીધો અને તેઓ ટ્રેડ દ્વારા હાર્દિક પંડ્યાને ફ્રેન્ચાઇઝીમાં પાછા લાવ્યા. હાર્દિકના MI માં પાછા ફરવાથી કેપ્ટનશીપમાં ફેરફાર થયો અને રોહિતને હટાવી દેવામાં આવ્યો હતો.
રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા વનડે સીરિઝ માટે રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ છે. રોહિતને બદલે શુભમન ગિલને કેપ્ટન બનાવાયો છે. રોહિતને કેપ્ટન ન બનાવતાં સવાલ ઉઠવા લાગ્યાં છે કે આખરે રોહિત શર્માને કેપ્ટન પદેથી કેમ હટાવાયો? આને લઈને હવે ચીફ સિલેક્ટર અજિત અગરકરે જવાબ આપ્યો છે.
વધુ વાંચો : VIDEO : હવે દરિયાના પેટાળમાંથી મળ્યો બેશકિંમતી ખજાનો, મોટા મોટા ઉદ્યોગપતિઓ ચોંકી ઉઠ્યાં
ADVERTISEMENT
શું બોલ્યાં અજિત અગરકર
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને કેપ્ટન બનાવવા અંગે પૂછવામાં આવતા, અગરકરે કહ્યું કે 2027ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જોકે, અગરકરે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે આ શ્રેણી રોહિત અને કોહલીની છેલ્લી શ્રેણી હોઈ શકે છે. અજિત અગરકરે ભાર મૂક્યો હતો કે પસંદગીકારો ત્રણેય ફોર્મેટ માટે અલગ કેપ્ટન રાખવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે વનડે ક્રિકેટ હાલના સમયમાં સૌથી ઓછું રમાનાર ફોર્મેટ છે. અમારુ ધ્યાન આગામી ટી 20 વર્લ્ડ કપ પર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.