બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / rohit needs 1 win to equal sunil gavaskar in the list of captains with most test wins for india

સ્પોર્ટ્સ / IND vs ENG: કેપ્ટન રોહિત હવે ઇતિહાસ રચવાની તૈયારીમાં, બનશે આવું પરાક્રમ કરનાર છઠ્ઠો ભારતીય કેપ્ટન

Published By: Vikram Mehta

Last Updated: 10:04 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ જીતની ખૂબ જ નજીક છે. ભારતીય ટીમે જીત માટે માત્ર 152 રનની જરૂર છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ ખૂબ જ ખાસ રહેશે. આ મેચ જીતીને રોહિત શર્મા એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. ભારતીય ટીમ જીતની ખૂબ જ નજીક છે. ઈંગ્લેન્ડે ભારતને મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ભારતીય ટીમ એકપણ વિકેટ ગુમાવ્યા વગર 40 રન કર્યા છે, ભારતીય ટીમે જીત માટે માત્ર 152 રનની જરૂર છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ ખૂબ જ ખાસ રહેશે. આ મેચ જીતીને રોહિત શર્મા એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. 

રોહિતની ઇતિહાસ રચવાની તૈયારી
ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં રાજકોટ ટેસ્ટ મેચ જીતીને 2-1થી આગળ છે. ભારત રાંચી ટેસ્ટ મેચ જીતી જશે તો આ સીરિઝમાં 3-1થી અજેય રહેશે. કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં રોહિત શર્માની 9મી જીત રહેશે. આ સાથે રોહિત શર્મા સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટનના લિસ્ટમાં રાહુલ દ્રવિડ કરતા પણ આગળ વધી જશે અને સુનીલ ગાવસ્કરની પણ બરાબરી કરી લેશે. રાહુલ દ્રવિડે કેપ્ટન તરીકે 25 ટેસ્ટ મેચમાંથી 8 ટેસ્ટ મેચ જીતી છે અને સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે 9 ટેસ્ટ મેચ જીતી છે. 

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર કેપ્ટન
વિરાટ કોહલી- 40 ટેસ્ટ મેચમાં જીત
મહેન્દ્રસિંહ ધોની- 27 ટેસ્ટ મેચમાં જીત
સૌરવ ગાંગુલી- 21 ટેસ્ટ મેચમાં જીત
મોહમ્મદ અજહરુદ્દીન- 14 ટેસ્ટ મેચમાં જીત
સુનીલ ગાવસ્કર- 9 ટેસ્ટ મેચમાં જીત

વધુ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના નામે વધુ એક સિદ્ધિ હાંસલ, બન્યો આ કારનામું કરનાર 17મો ભારતીય બેટ્સમેન

IND vs ENG: રાંચી ટેસ્ટ
ભારતીય ટીમે આ પહેલા રાંચીમાં બે ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી એક મેચમાં જીત મેળવી છે અને એક મેચ ડ્રો રહી છે. રાંચીમાં ભારતીય ટીમે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મેચ રમી હતી, બંને ટીમે વચ્ચે આ મેચ ડ્રોથી પૂર્ણ થઈ હતી. ભારતીય ટીમે આ સ્ટેડિયમમાં બીજી મેચ સાઉથ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 202 રનથી મ્હાત આપી હતી. ભારતીય ટીમે હવે આ સ્ટેડિયમ પર ઈંગ્લેન્ડ સામે જીતવાની તૈયારીમાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

India vs England 4th Test Sports News ind vs eng india most test wins ranchi test rohit Sharma record ભારત vs ઈંગ્લેન્ડ રાંચી ટેસ્ટ મેચ રોહિત શર્મા રોહિત શર્મા રેકોર્ડ Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ