બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng Rohit Sharma 17th Indian batsman to complete 4 thousand runs in international Test cricket
Last Updated: 10:05 PM, 25 February 2024
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનો રવિવારે ત્રીજો દિવસ હતો. આ મેચમાં ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેનો પીછો કરતાં ભારતીય ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થતાં સુધીમાં 40 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્માએ વધુ એક કમાલ કરી છે. ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં બેટિંગ કરતા કેપ્ટન રોહિત શર્માએ નવી સિદ્ધિ મેળવી છે. બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી રોહિત 24 રન બનાવીને ક્રિઝ પર રહ્યો હતો. આ દરમિયાન તેણે 21 રન પૂરા કરતાની સાથે જ એક નવી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 4 હજાર રન પૂરા કર્યા. રોહિતે તેની ટેસ્ટ મેચની 100મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.
ADVERTISEMENT
Another milestone with the bat for the #TeamIndia Captain 🙌
— BCCI (@BCCI) February 25, 2024
Rohit Sharma completes 4000 runs in Tests 👏👏
Follow the match ▶️ https://t.co/FUbQ3MhXfH #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/4Pi5HPnRMR
ADVERTISEMENT
સૌથી ઝડપી 4 હજાર રન બનાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે
રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં 4 હજાર રન બનાવનાર 17મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી 4 હજાર રન બનાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે ટેસ્ટ મેચની માત્ર 79 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : IND vs ENG: 'એ ભાઇ, હીરો નહીં બનને કા', હેલ્મેટ ન પહેરવા પર સરફરાઝ પર રોષે ભરાયો રોહિત
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી
ADVERTISEMENT
નોંધનીય છે કે રોહિત શર્માએ વર્ષ 2013માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ સમય દરમિયાન તેણે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. રોહિત શર્માએ અત્યાર સુધી 58 ટેસ્ટ મેચમાં 4003 રન બનાવ્યા છે. જેમાં 11 સદી અને 16 અડધી સદી સામેલ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.