બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Sarfaraz scolded by Rohit Sharma for not wearing a helmet, know why the captain is being praised on the media

સ્પોર્ટસ / IND vs ENG: 'એ ભાઇ, હીરો નહીં બનને કા', હેલ્મેટ ન પહેરવા પર સરફરાઝ પર રોષે ભરાયો રોહિત

Vishal Dave

Last Updated: 09:08 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેંડ સામેની હાલ ચાલી રહેલી ટેસ્ટમેચના ત્રીજા દિવસનો એક વીડિયો સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.. જેમાં કેપ્ટન રોહિત શર્મા સરફરાજને હેલમેટ ન પહેરવા પર ઠપકો આપી રહ્યો છે

ઇંગ્લેંડ સામેની હાલ ચાલી રહેલી ટેસ્ટમેચના ત્રીજા દિવસનો એક વીડિયો સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.. જેમાં કેપ્ટન રોહિત શર્મા સરફરાજને હેલમેટ ન પહેરવા પર ઠપકો આપી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજા દિવસે સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરતી વખતે સરફરાઝ ખાને હેલ્મેટ પહેર્યું ન હતું. આ પછી રોહિત શર્માએ સરફરાઝને કહ્યું કે ભાઈ, હીરો નથી બનવું. ત્યારબાદ ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલા કે.એસ. ભરત સરફરાઝ માટે હેલ્મેટ લઇને આવ્યો.. આ પછી કોમેન્ટેટરે પણ કહ્યું કે આ રોહિત શર્માની સ્ટાઈલ છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું છે કે આપણને આપણા જીવનમાં રોહિત ભૈયાની જરૂર છે.

છેલ્લી મેચમાં ડેબ્યૂ કર્યું હતું

સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તેણે આ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરી હતી. તેણે બેન ડકેટ અને ટોમ હાર્ટલીના કેચ પકડ્યા. સરફરાઝ છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તેણે ઘણા રન બનાવ્યા હતા. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં તક મળી. તેણે 46 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4062 રન બનાવ્યા છે જેમાં 14 સદી સામેલ છે.

આ પણ વાંચોઃ  ખતરામાં ઈશાન કિશન અને શ્રેયસ અય્યરનું કરિયર: કડક એક્શન લઈ શકે છે BCCI, જાણો શું કર્યું હતું
                           

સ્પિનરોએ તમામ 10 વિકેટ લીધી 

ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ભારતીય ટીમના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ સ્પિનરો સામે ટકી શકી ન હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે તે ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જ્યારે કુલદીપ યાદવે પોતાના ખાતામાં 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. સ્પિનરોના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ