બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / roadmap for ethanol blending in india know modi government formula

એક્શન / રાહતના સમાચાર: વાહન ચલાવવા પેટ્રોલ-ડીઝલની નહીં પડે જરૂર, જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન

Kavan

Last Updated: 03:54 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી એક નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.

  • હવે ઈથેનોલ-ગ્રીન હાઈડ્રોજનથી ચાલશે કાર
  • ઈંધણ ક્ષેત્રે ભારતમાં આવશે `ક્રાંતિ'
  • પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ થઈ રહ્યો છે તૈયાર
  • કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરી આપ્યા મોટા સંકેત

ગડકરીએ દાવો કર્યો કે ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલ નહીં પરંતુ ઈથેનોલથી ચાલે તેવા વાહનોને મંજૂરી મળી શકે છે. આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાની આસપાસ છે. ત્યારે ઈથેનોલથી ચાલતા વાહનોથી શું ફાયદો થશે? તે આગામી સમયમાં જ સામે આવી જશે. 

નીતિન ગડકરીએ આપ્યા મોટા સંકેત 

પેટ્રોલ અને ડીઝલની કિંમતો 100 રૂપિયાને પાર જઈને માંડ પાછી આવી.સરકારે વેટ અને એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત નથી મળી, ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી રાહતના સંકેત આપ્યા છે.ગડકરીએ વાત પેટ્રોલ અને ડીઝલના ભાવની નહીં પરંતુ તેના પેટ્રોલ અને ડીઝલના એક કાયમી વિકલ્પની કરી.

ખેડૂતોને પણ થઈ શકે છે ફાયદો 

હાલમાં પેટ્રોલમાં 5થી 10 ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે. સરકારનું લક્ષાંક છે કે વર્ષ 2023-24 સુધી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ભેળવીને વાહનો ચાલતા થાય તેવા એન્જિનનું નિર્માણ કરવામાં આવે. પરંતુ ગડકરીના નવા મુજબ જો વાહનો 100 ટકા બાયો ઈથેનોલથી ચાલતા થાય તો ઈથેનોલની માગ 4થી 5 ગણી વધી શકે છે અને તેનો ફાયદો સીધી રીતે જ દેશના ખેડૂતોને થાય તેવી સંભાવના છે.

ઈથેનોલના ઉપયોગમાં બ્રાઝિલ પહેલા ક્રમે

જો વૈશ્વિક સ્તરની વાત કરીએ તો બાયો ઈથેનોલના ઉપયોગમાં બ્રાઝિલ પહેલા ક્રમે છે. શેરડીના સાંઠાની મદદથી  બ્રાઝિલમાં સૌથી વધુ બાયો ઈથેનોલ બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. 40 વર્ષ પહેલા બ્રાઝિલે આ દિશામાં પહેલું પગલું ભર્યું હતું. અને હવે સ્થિતિ એ છેકે બ્રાઝિલની પેટ્રોલિયમ પ્રોડક્ટની આયાતમાં નોંધનિય ઘટાડો થયો છે. બ્રાઝિલ ઉપરાંત કેનેડા અને અમેરિકામાં પણ આ ટેકનોલોજી સારી એવી વિકસી છે. 

સરકાર લાંબાગાળાની નીતિ તરફ વધી રહી છે આગળ

ભારતમાં જ કાર ઉત્પાદન કરતી કંપનીઓને ટોયોટા, સુઝુકી, હ્યુન્ડાઈએ આ ટેકનોલોજીને અનુરૂપ એન્જિન બનાવવાની પહેલ કરી છે. ફાયદાની બીજી વાત એ છે કે બાયો ઈથેનોલથી કિંમત પેટ્રોલ કરતા અડધી હશે. પ્રદૂષણ મામલે પણ બાયો ઈથેનોલથી ફાયદો થશે. સરકાર લાંબાગાળાની નીતિ તરફ આગળ તો વધી રહી છે પરંતુ સામે કેટલાક પડકારો પણ છે. જેમ કે બાયો ઈથેનોલની ટેકનોલોજીને અનુકૂળ ઈફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી. દેશમાં અત્યારે પૂણે માત્ર એક એવું શહેર છે, જ્યાં ત્રણ ઈથેનોલ સ્ટેશન છે. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત પૂણેમાં કેટલીક ગાડીઓ બાયો ઈથેનોલ પર ચલાવવામાં આવી રહી છે.  પરંતુ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સમગ્ર દેશમાં ઝડપી રીતે બાયો ઈથેનોલનું ક્રાંતિકારી પગલું અમલમાં લાવવું એક મોટો પડકાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ