બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / વિશ્વ / Rishi Sunak's wife is richer than Queen of Britain, works with rich lifestyle

OMG / બ્રિટનના ક્વીન કરતાં પણ અમીર છે ઋષિ સુનકના પત્ની, રિચ લાઈફસ્ટાઈલની સાથે કરે છે આ કામ

Priyakant

Last Updated: 01:14 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર

  • ઋષિ સુનક બાદ હવે તેમની પત્નીની પણ ખૂબ ચર્ચા
  • બ્રિટનના ક્વીન કરતાં પણ અમીર છે ઋષિ સુનકના પત્ની
  • રિચ લાઈફસ્ટાઈલની સાથે કરે છે આ કામ 

બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનક બાદ હવે તેમની પત્નીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.  આ સમયે બ્રિટનમાં જેની ચર્ચા સૌથી વધુ છે તે છે - ઋષિ સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ. તાજેતરમાં જ બ્રિટનના નાણામંત્રી રહેલા ઋષિ સુનકને નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષતા મૂર્તિ સેલ્ફ-મેડ ટેક બિલિયોનેર અને ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિની દીકરી છે. અક્ષતાની માતા અને નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ પણ એક બિઝનેસવુમન, શિક્ષિત, લેખક અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનની દિવંગત રાણી એલિઝાબેથ દ્વિતીય કરતા પણ વધુ છે.

અક્ષતા મૂર્તિએ વર્ષ 2010 માં પોતાનું ફેશન લેબલ અક્ષતા ડિઝાઇન્સ બનાવ્યું. 2011ની વોગ પ્રોફાઇલ મુજબ અક્ષતા ભારતીય અને પશ્ચિમી ફ્યુઝન કપડાં બનાવવા માટે દૂરના ગામડાઓમાં કલાકારો સાથે કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષતા મૂર્તિ બ્રિટનની દિવંગત રાણી કરતા પણ વધુ અમીર છે. 42 વર્ષીય અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં લગભગ $1 બિલિયનના શેરની માલિકી ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અક્ષતાને ગયા વર્ષે ઇન્ફોસિસ તરફથી ડિવિડન્ડ તરીકે 11.16 મિલિયન પાઉન્ડ મળ્યા હતા. તેમની સંપત્તિ તેમને બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય કરતાં વધુ અમીર બનાવે છે.

મહત્વનું છે કે, બ્રિટિશ રાણીની અંગત સંપત્તિ લગભગ 350 મિલિયન પાઉન્ડ અથવા $46 મિલિયન છે.  આ સાથે અક્ષતા અને ઋષિ ઓછામાં ઓછી ચાર પ્રોપર્ટી ધરાવે છે, જેમાં લંડનમાં અપસ્કેલ કેન્સિંગ્ટનમાં £7 મિલિયનનું પાંચ બેડરૂમનું ઘર અને કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં એક ફ્લેટનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર સુનકની કુલ સંપત્તિ લગભગ 730 મિલિયન પાઉન્ડ છે. તો અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગ ધરાવે છે, જેના કારણે તેમની નેટવર્થ લગભગ $1.2 બિલિયન છે. બંને બ્રિટનના સૌથી ધનિક કપલમાંથી એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ