બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Rinku Singh gets emotional after debuting in Team India: Mother helped me by taking a loan when I had no money

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ બાદ ભાવુક થયો રિંકુ સિંહ: કહ્યું પૈસા નહોતા ત્યારે માએ ઉધાર લઈને મારી મદદ કરી

Megha

Last Updated: 10:21 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rinku Singh Team India: આયર્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે રિંકુને બેટિંગ કરવાની તક ન મળી પણ ભારતીય કેપ પહેરતા જ તેનું સપનું સાકાર થઈ ગયું.

  • ભારતીય ટીમ માટે ડેબ્યૂ સાથે જ રિંકુ સિંહનું એક સપનું પૂરું થયું 
  • મારી મા એ કહ્યું કે ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર
  • મારા પરિવારને ક્રિકેટના માધ્યમથી ગરીબીમાંથી બહાર લાવીશ 

Rinku Singh Team India: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહની આયરલેન્ડ સામેની ત્રણ મેચની T20I સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. 18 ઓગસ્ટના રોજ રમાયેલી પહેલી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને તેમાં રિંકુ સિંહને બેટિંગ કરવાની તક નહતી મળી. જો કે ભારતીય ટીમ માટે ડેબ્યૂ સાથે જ રિંકુ અને તેના પરિવારનું સપનું સાકાર થયું.

ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર
આ દિવસ માટે રિંકુ સિંહ અને તેના પરિવારે ખૂબ જ મહેનત કરી હતી. એક ઈન્ટરવ્યુ આપતા રિંકુએ કહ્યું કે પરિવારે તેને ઘણો સપોર્ટ કર્યો છે. તેની માતા વિશે વાત કરતા રિંકુએ કહ્યું, "માતા હંમેશા મને કહેતી કે જો તારે ભારતીય ટીમ માટે રમવાનું હોય તો સખત મહેનત કર. આજે તેનું સપનું સાકાર થયું છે. પરિવારે મારી કારકિર્દીમાં મને ઘણી મદદ કરી છે. જ્યારે પૈસા નહતા ત્યારે મારી માતા લોકો પાસેથી લોન લઈને મને મદદ કરતી હતી."

મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે.. 
રિંકુએ વધુમાં જણાવ્યું હતું કે, "હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના કારણે છું. મેં મારા પરિવારમાં ગરીબી જોઈ છે અને હું ક્રિકેટના માધ્યમથી તેમને તે ગરીબીમાંથી બહાર લાવવા માંગતો હતો અને તે જ મને હંમેશા સખત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરતું હતું ." નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રિંકુએ આઈપીએલ 2023માં સૌથી વધુ 474 રન બનાવ્યા હતા.

હું મારી ટીમ માટે 100 ટકા આપીશ: રિંકુ
રિંકુએ વધુમાં કહ્યું કે, "મેં પહેલું લક્ષ્ય હાંસલ કર્યું છે એટલે કે ભારતીય ટીમમાં પસંદગી પામવી. હવે અહીંથી હું મારુ 100 ટકા ટીમ માટે આપીશ અને બને ત્યાં સુધી ટીમ સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરીશ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ મારી મહેનત પહેલા જેવી જ રહેશે પરંતુ દબાણ થોડું વધારે રહેશે. મેં IPLમાં જે કર્યું, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તે જ કરવાનો પ્રયાસ કરીશ.' જણાવી દઈએ કે રિંકુ સિંહ 23 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પણ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ