બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rinku Singh again became a savior for KKR, a BCCI decision can give Team India a star finisher!

IPL 2023 / KKR માટે ફરી 'તારણહાર' બન્યો રિંકુ સિંહ, BCCIના એક નિર્ણયથી ટીમ ઈન્ડિયાને મળી શકે છે સ્ટાર ફિનિશર!

Megha

Last Updated: 09:09 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. જેમાં રિંકુ સિંહ અને નીતિશ રાણાએ ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા

  • KKRએ ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું
  • ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે કર્યો હતો કમાલ 
  • રિંકુ સિંહ તરીકે ટીમ ઈન્ડિયાને સ્ટાર ફિનિશર મળી શકે 

IPL 2023 માં રિંકુ સિંહ સતત KKR એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સંકટમોચન તરીકે સામે આવ્યો છે. IPLની આ સીઝનમાં જ્યારે પણ ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે આ ખેલાડી તારણહાર બન્યો છે. જણાવી દઈએ કે રિંકુ સિંહે આ સિઝનમાં 13 મેચમાં 407 રન બનાવ્યા છે જેમાં ત્રણ અડધી સદી ફટકારી છે અને આ રીતે તે ટીમનો સૌથી મોટો સ્ટાર બનીને ઉભરી આવ્યો છે. ભલે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ સિઝનમાં કંઈ ખાસ કરી શકી નથી પણ રિંકુ સિંહે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ જ કારણ છે કે હવે આઈપીએલ બાદ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે ફિનિશર તરીકે આવવાનો પણ મોટો દાવો કર્યો છે.

KKRએ ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું
IPL 2023ની 61મી મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. જેમાં રિંકુ સિંહ અને નીતિશ રાણાએ ત્રીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહે 43 બોલમાં 54 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, નીતિશ રાણાએ 44 બોલમાં 57 રનની અણનમ ઇનિંગ રમી હતી. નીતિશ રાણાએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે કર્યો હતો કમાલ 
એ વાત તો નોંધનીય છે કે રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં યશ દયાલને પાંચ છગ્ગા ફટકાર્યા હતા એ સમયે બધાનું ધ્યાન પોત તરફ ખેંચ્યું હતું. તે અશક્ય લાગતી મેચમાં તેણે KKRને શાનદાર જીત અપાવી. આ પછી, રિંકુ સિંહ એક કરતા વધુ પ્રસંગોએ KKR માટે સ્ટાર ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે.  IPL 2023 ની 61મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ તેણે 43 બોલમાં 54 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. આ મેચમાં રનઆઉટ થતા પહેલા તેણે કેપ્ટન નીતીશ રાણા સાથે 99 રનની ભાગીદારી કરી અને ટીમને જીતના દરવાજા સુધી લઈ ગયો હતો. 

રિંકુ સિંહ તરીકે ટીમ ઈન્ડિયાને સ્ટાર ફિનિશર મળી શકે 
T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટ માટે યુવાઓ પર ખાસ ધ્યાન આપી રહી છે.  રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ભુવનેશ્વર કુમાર વર્લ્ડ કપ બાદથી ટીમમાં સામેલ થયા નથી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં બોર્ડ વર્ષ 2024માં યોજાનાર વર્લ્ડ કપ માટે યુવા ટીમ તૈયાર કરવાની યોજના બનાવી શકે છે. તાજેતરમાં જ રવિ શાસ્ત્રીએ પણ આ મુદ્દા પર ભાર મૂકતું નિવેદન આપ્યું હતું. ભારતીય ટીમને જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ રમવાની છે અને એ સમયે ટીમમાં ટીમમાં રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા જેવા સ્ટાર ખેલાડીઓ જોવા મળી શકે છે. BCCI આ ખેલાડીઓને તક આપીને નવી યુક્તિ રમી શકે છે.

અત્યાર સુધી 50 થી વધુની એવરેજથી રન બનાવ્યા
હવે જો રિંકુ સિંહની વાત કરીએ તો આ સિઝનમાં તે સતત ટીમ માટે સ્ટાર ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે.  13 મેચમાં 400થી વધુ રન બનાવ્યા છે અને ખાસ વાત એ છે કે તેની એવરેજ 50થી વધુ છે અને સ્ટ્રાઈક રેટ 143થી ઉપર છે. જણાવી દઈએ કે આ સિઝનમાં અત્યાર સુધીમાં પાંચ અણનમ ઇનિંગ્સ રમી છે અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં 25 ચોગ્ગા અને આટલા છગ્ગા ફટકાર્યા છે. એટલે હવે જોઇનએ એવું લાગી રહ્યું છે કે જ્યારે પણ BCCI વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ જેવા પ્રવાસો માટે ટીમની જાહેરાત કરે ત્યારે આ ખેલાડીનું નામ ચોક્કસપણે જોવા મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ