બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Republic Day Weekend historical places in India are best to visit on the occasion of Republic Day

Republic day 2024 / 26 જાન્યુઆરી 2024ના રોજ 75મો ગણતંત્ર દિવસ, આ ખાસ દિવસે લો ઐતિહાસિક સ્થળોની મુલાકાત

Pravin Joshi

Last Updated: 08:10 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શુક્રવારે હોવાથી લોકોને 3 દિવસનો લાંબો વીકએન્ડ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે આ લોંગ વીકએન્ડ દરમિયાન ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો. તો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકો છો.

  • 26 જાન્યુઆરી 2024ના રોજ 75મો ગણતંત્ર દિવસ 
  • કર્તવ્ય પથ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન 
  • 26મી જાન્યુઆરી એ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ 

આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શુક્રવારે હોવાથી લોકોને 3 દિવસનો લાંબો વીકએન્ડ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે આ લોંગ વીકએન્ડ દરમિયાન ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો અને દેશભક્તિમાં ડૂબી જવા માંગો છો. તો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકો છો.

વિદેશ ફરવાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો પહેલાં ઉતરાવી લેજો આ ઇન્સ્યોરન્સ  પ્લાન, નહીં તો મુકાશો મુશ્કેલીમાં | Travel Insurance must buy this  insurance plan while ...

આ વર્ષે ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી એ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ 'વિવિધતામાં એકતા' દર્શાવે છે. તેમજ આ દિવસે ભારતને આઝાદ કરાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર તમામ બહાદુર સૈનિકોને પણ યાદ કરવામાં આવે છે. આ વર્ષે 26 જાન્યુઆરી શુક્રવાર છે. આવી સ્થિતિમાં શુક્રવાર, શનિવાર અને રવિવારનો લાંબો વીકેન્ડ આવવાનો છે. તેથી જો તમે પણ દેશભક્તિની અનુભૂતિ કરવા માંગતા હોવ તો તમે ભારતના આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા જઈ શકો છો.

દિલ્હી

જો તમે ગણતંત્ર દિવસ પર ભવ્ય ઉજવણી જોવા માંગતા હોવ તો તમે દિલ્હી જઈ શકો છો. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, કર્તવ્ય પથ પર ઔપચારિક પરેડ થાય છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનના ગેટથી શરૂ થાય છે. કર્તવ્ય પથને પાર કરીને ઇન્ડિયા ગેટ સુધી પહોંચે છે. આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા, સાંસ્કૃતિક અને સામાજિક વારસો દર્શાવે છે. ભારતીય સૈન્યની નવથી બાર વિવિધ રેજિમેન્ટ, નેવી અને એરફોર્સ સિવાય, તેમના તમામ ટ્રેપિંગ્સ અને સત્તાવાર શણગારમાં તેમના બેન્ડ સાથે માર્ચ પાસ્ટ કરે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જવાનું વિચારી રહ્યાં છો? તો નોટ કરી લો  ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની પ્રોસેસ/ republic day parade 2024 buy online and  offline tickets for 26 january parade

જલિયાવાલા બાગ

26મી જાન્યુઆરીના પ્રસંગે, તમે જલિયાવાલા બાગની પણ મુલાકાત લઈ શકો છો. જલિયાવાલા બાગ એ જ જગ્યા છે જ્યાં હજારો નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જલિયાવાલા બાગ પંજાબના અમૃતસરમાં આવેલું છે અને આ જગ્યા શહાદતનું સૌથી મોટું પ્રતિક છે. અહીં તમે વાઘા-અટારી બોર્ડર પણ એક્સપ્લોર કરી શકો છો. પરેડ સિવાય અહીં રિટ્રીટ સેરેમની પણ જોઈ શકાય છે.

Gujarat HC rejects PIL challenging Rs 1,200 crore Sabarmati Ashram  redevelopment plan

સાબરમતી આશ્રમ (ગુજરાત)

અમદાવાદમાં સ્થિત સાબરમતી આશ્રમ, સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીના જીવનની ઝલક આપે છે. ગણતંત્ર દિવસ નિમિત્તે અહીં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે અહીં ધ્વજવંદન સમારોહમાં પણ ભાગ લઈ શકો છો.

PM મોદીએ કહ્યું, "શહીદોની વીરતા અને બલિદાન હંમેશા યાદ રહેશે", આ નેતાઓએ પણ  આપી શ્રદ્ધાંજલિ | Prime Minister Narendra Modi salutes the martyrs on the  occasion of Kargil Vijay Diwas

વધુ વાંચો : પ્રજાસત્તાક દિવસની પરેડમાં જવાનું વિચારી રહ્યાં છો? તો નોટ કરી લો ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની પ્રોસેસ

કારગિલ યુદ્ધ સ્મારક

પ્રજાસત્તાક દિવસના અવસર પર તમે લદ્દાખમાં સ્થિત કારગિલ યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લઈ શકો છો. ભારતીય સેનાએ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ