બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 10 January 2025
આજે વર્ષની પહેલી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન અનુસાર, પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત વર્ષમાં બે વાર કરવામાં આવે છે - પોષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષ. એવું કહેવામાં આવે છે કે વિધિ અનુસાર પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે પોષ પુત્રદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ.
ADVERTISEMENT
શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે દાળ અને અનાજનું સેવન ન કરવું જોઈએ. પણ આ દિવસે ફળ-દૂધ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
પુત્રદા એકાદશીના દિવસે તામસિક ભોજન જેમ કે નોનવેજ અને દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે એકાદશીના દિવસે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા થતી નથી.
એકાદશીના વ્રતના દિવસે પારણા પહેલા ઉપવાસ તોડવો જોઈએ નહિ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પારણા પહેલા ઉપવાસ તોડવાથી અશુભ પરિણામ મળે છે.
એકાદશીના દિવસે મન એકદમ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દિવસ એકોઈની સાથે લડાઈ-ઝઘડો કરવો જોઈએ નહીં અને આ દિવસે કોઈને ખરાબ બોલવું પણ ન જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા થતી નથી.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ દિવસે કાળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ભવન વિષ્ણુની પૂજામાં લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.
આ પણ વાંચો: આજે અટકેલા કામ પૂરા થશે, આ જન્મતારીખ વાળા લોકોને મળશે પ્રગતિની અનેક તકો
ક્યારે થશે પુત્રદા એકાદશીના વ્રતના પારણા
હિંદુ પંચાંગ અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત આજે 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે. આ વ્રતના પારણા 11 જાન્યુઆરીએ સવારે 7.15 થી 8.21 સુધીમાં કરવા શુભ રહેશે. માન્યતા અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની કામના અને એની ખુશી માટે રાખવામાં આવે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT