ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / reliance-jio-cricket-season-pack-gives-102gb-data-at-rs-251-cricket-play-along-offer-new-show-launched

NULL / જલ્દી કરો! JIO લઇને આવ્યું છે માત્ર 251 રૂપિયામાં 102GB ડેટા અને બીજા કેટલાક પ્રોગ્રામ

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ JIOએ પોતાના પ્રશંસકો માટે લાઇવ મોબાઇલ ગેમ JIO ક્રિકેટ પ્લે અલોન્ગ ની શરૂઆત કરી છે જેના માધ્યમથી પ્રશંસક ઇનામ જીતી શકે છે. એની સાથે જિયો સાત એપ્રિલે પોતાના MY JIO એપ પર 'ધન ધના ધન લાઇવ' કાર્યક્રમની પણ શરૂઆત કરશે. આ ઇન્ડિયન પ્રીમિયમ લીગને કોમેડી શોની સાથે જોડશે. આ શો MY JIO એપ પર એક્સક્લૂસિવલી દેખાડવામાં આવશે. શો જિયો અને જિયોના મેમ્બર્સ ના હોય એવા બંને પ્રકારના ગ્રાહકો માટે ફ્રી રહેશે. જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર અને રમત એન્કર સમીર કોચન શો ને હોસ્ટ કરશે. જિયો ક્રિકેટ પ્લે અલોન્ગ દેશના દરેક સ્માર્ટફોન યૂઝર્સ રમી શકશે. એને 11 ભારતીય ભાષાઓમાં રમી શકાય છે. જિયો ક્રિકેટ સિઝન પેક રજૂ કરશે જેમાં ગ્રાહકો પોતાના મોબાઇલ પર લાઇવ મેચ જોઇ શકશે. આ 51 દિવસ દરમિયાન લગભગ દરેક લાઇવ મેચને સ્ટ્રીમ કરવાની તાકાત રાખશે. આ પેકમાં 251 રૂપિયામાં 102 GB ડેટા આપવામાં આવશે. 

જણાવી દઇએ કે આ પહેલા જિયોએ એક બીજી ઓફર પણ આપી હતી. જિયોએ દરેક પ્રાઇમ મેમ્બર જેમને 31 માર્ચ 2018 સુધી એક્સક્લૂસિવ પ્રાઇમ મેમ્બરશિપ લીધી હતી એમને કોઇ પણ વધારેના ચાર્જ વગર એક વર્ષ માટે એનો લાભ મળતો રહેશે. કંપનીએ અહીંયા શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી. 

નોંધનીય છે કે હાલના સમયમાં 17.5 કરોડ જિયો પ્રાઇમ મેમ્બર્સ છે. નવા જિયો યૂઝર્સ માટે જિયો પ્રાઇમ મેમ્બરશિપ 99 રૂપિયાની વર્ષની ફી માં ચાલુ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ