બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / Relationships Advice signs that you might be in wrong relationship

લાઇફસ્ટાઇલ / સાવધાન! આ 5 સંકેત જણાવે છે કે તમે ખોટા રિલેશનશિપમાં છો, ચેતી જજો નહીં તો...

Last Updated: 11:23 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Relationships Advice: ઘણી વખત કોઈ રિલેશનશિપમાં આવતી વખતે લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે તે એક યોગ્ય રિલેશનશિપમાં જઈ રહ્યા છે કે ખોટા. એવામાં આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે જાણકારી મેળવી શકો છો કે તમે એક ખોટા રિલેશનશિપમાં છો.

  • રિલેશનશિપમાં છો તો જાણી લો આ વાત 
  • આ 5 સંકેતને ઓળખવા ખૂબ જ જરૂરી 
  • પહેલાથી જ થઈ જાઓ સતર્ક

દરેક રિલેશનશિપમાં કંઈકને કંઈક ખૂબીઓ અને ખામીઓ તો હોય જ છે. એવામાં રિલેશનશિપમાં રહેતા બે લોકોની વચ્ચે પ્રેમની સાથે સાથે મતભેદ અને રિસાવવું અને મનાવવું પણ થાય છે અને આ પ્રકારની મુશ્કેલીઓ દરેક રિલેશનશિપમાં આવે છે. 

પરંતુ ઘણી વખત લોકોને આ વાતની ખબર નથી રહેતી કે તે જે રિલેશનશિપમાં છે તે યોગ્ય છે કે નહીં. જેના કારણે લોકોના માટે આ રિલેશનશિપથી બહાર નિકળ્યા બાદ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે જાણકારી મેળવી શકો છો કે તમે એક ખોટા રિલેશનશિપમાં છો. 

નાની નાની વાતો પર તૂ-તૂ મેં-મેં
તમે ખોટા રિલેશનશિપમાં રહી રહ્યા છો તેનો સૌથી પહેલો સંકેત છે કે તમારા વિચારો એક બીજા સાથે બિલકુલ ન મળવા. જો તમને લાગે છે કે તમારો પાર્ટનર દરેક નાની નાની વાત પર તમારી સાથે ઝગડી રહ્યો ચે તો આ સંકેત છે કે તમારૂ રિલેશન તમારા સંબંધ જેટલું પરફેક્ટ નથી. કોઈ પણ હેલ્ધી રિલેશનશિપ વાત કરવા અને એક બીજા સાથેની સમજણથી બને છે. 

ઈમોશનલ બ્લેકમેલ 
જો તમને લાગે છે કે તમારા માટે કોઈ પણ નવો નિર્ણય લેતી વખતે તમારો પાર્ટનર તમને ઈમોશનલ બ્લેકમેલ કરે છે. તો તમે પોતાના માટે કોઈ પણ નિર્ણય નહીં લઈ શકો આ એક સંકેત છે કે તમે ખોટા રિલેશનશિપમાં રહી રહ્યા છે. એક હેલ્ધી રિલેશનશિપમાં સામે વાળા વ્યક્તિ તમારા દરેક નિર્ણયનું સન્માન કરે છે. તેનાથી રિલેશનશિપ સારૂ રહે છે સાથે જ પર્સનલ લાઈફમાં પણ તમારો ગ્રોથ થાય છે. 

સામે વાળા વ્યક્તિને પોતાની તરફ ઢાળવાનો પ્રયત્ન 
શું તમારો પાર્ટનર પણ તમને એક એવો વ્યક્તિ બનાવવા માંગે છે જે તમે નથી? અમુક લોકોને રિલેશનશિપમાં વસ્તુઓ ખૂબ જ નોર્મલ લાગે છે અને તે પોતાના પાર્ટનરની ખુશી માટે એક એવી વ્યક્તિ બની જાય છે જે તે નથી. એક હેલ્ધી રિલેશનશિપ એ હોય છે જેમાં તમે પોતાના પાર્ટનરની ઓળખ બદલવાનો પ્રયત્ન ન કરો. પરંતુ તેને એવી રીતે જ પ્રેમ કરો જેવા તે છે. 

ઈમોશનલ ઈંબેલેન્સ અને ડર 
શું તમે પણ મોટાભાગે પોતાના સંબંધમાં ઈંબેલેન્સ અને ડર અનુભવો છો? આ પણ એક સંકેત છે કે તમે ખોટા રિલેશનમાં છો. તમને પણ એકલા રહી જવા કે પાર્ટનરના જતા રહેવાનો ડર લાગી રહ્યો છે તો જરૂરી છે કે તમે આ વસ્તુઓથી એક સ્ટેપ પાછળ હટી જાઓ. એક હેલ્ધી રિલેશનશિપમાં લોકો ખુશ રહે છે અને તેમના મનમાં એક બીજાથી અલગ થવાનો કોઈ ડર નથી હોતો. સાથે જ એક હેલ્ધી રિલેશનશિપમાં રહેતા લોકો એક બીજાથી સંતુષ્ટ હોય છે. 

સ્વાસ્થ્ય પર ખરાબ અસર 
જો તમારા રિલેશનશિપમાં રહીને તમે ખુશ નથી તો તમને મોટાભાગે સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે તો આ સંકેત છે કે તમે એક ખોટા રિલેશનશિપમાં છો. એક હેલ્ધી રિલેશનશિપમાં વ્યક્તિ અંદરથી ખુશ રહે છે જેની અસર તેમની આખી બોડી પર જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Couple advice relationships રિલેશનશીપ Relationships Advice
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ