બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો આનંદો, આવી ગયા કામના સમાચાર, સરકાર આજથી કરશે આ અગત્યનું કામ
Last Updated: 10:09 AM, 1 September 2025
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે પણ આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. 1 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઈગ્રામ કેન્દ્રો પર ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ શકશે. મગફળી માટે રૂપિયા 7263 પ્રતિ ક્વિંટલ ટેકાના ભાવે ખરીદી થશે. જ્યારે મગના રૂપિયા 8768 પ્રતિ ક્વિન્ટલ, અડદ 7800 પ્રતિ ક્વિન્ટલ તથા સોયાબીનની રૂપિયા 5328 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે ખરીદી થશે.
ADVERTISEMENT
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ADVERTISEMENT

આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.
ADVERTISEMENT
રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લઈ શકે તે માટે રાજ્યસરકાર દ્વારા આગોતરું આયોજન
— Raghavji Patel (@RaghavjiPatel) August 28, 2025
- મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ
- નોંધણી સમયગાળો : ૧ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાશે
રાજ્યના તમામ ખેડૂત મિત્રો… pic.twitter.com/ZeCUW6cCio
ADVERTISEMENT
તેમણે વિશેષતઃ કહ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૮.૫૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. ૧૬,૨૨૩ કરોડથી વધુના મૂલ્યના કુલ ૨૩.૪૭ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચોઃ ઈડરના MLA રમણ વોરા પર તંત્રની ગાજ, પરિવાર સહિત હાજર રહેવા ફરમાન, જાણો વિવાદ
ADVERTISEMENT
અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૫૨ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૫૩ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૫૬૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૦૬૫ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.