બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ સાવધાન! AMCએ પાણીને લઈ નાગરિકોને આપી ખાસ સલાહ
Last Updated: 04:57 PM, 15 August 2025
ચોમાસાની ઋતુના ચાલુ પ્રવાહ વચ્ચે શહેરમાં પાણીની સપ્લાયમાં તાત્કાલિક ફેરફાર થવાની શક્યતા છે. સરદાર સરોવર ડેમ મારફતે અમદાવાદ શહેરમાં પૂરો પાડવામાં આવે છે. ચોમાસા દરમ્યાન પાણી ડહોળું આવવાની સંભાવના છે. જેથી તંત્રએ જણાવ્યું છે કે આ પાણી પીવા લાયક છે. પણ લોકો માટે આરોગ્યની સલામતી નજરમાં રાખીને ખાસ સૂચના આપવામાં આવી છે કે પીવાનું પાણી ઉકાળીને જ વાપરવું.
ADVERTISEMENT
પાણીમાં ડહોળપણું હોવા છતાં તેમાં કોઈ હાનિકારક તત્વો નથી તેમ તંત્રએ સ્પષ્ટતા કરી છે. તેમ છતાં પાણીમાં મટીરિયલ અને અવશેષોની સંભાવના હોવાથી તેને ઉકાળી લેવી જરૂરી ગણાઈ છે. તેમજ નાગરિકોને જાગૃત રહેવા અને સ્વચ્છતાની સાથે પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખવા અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
પાણીની ગુણવત્તા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી જગ્યાએ ટેમ્પરરી ફિલ્ટરિંગ કે ક્લોરિનેશન જેવી પ્રક્રિયાઓ પણ શરૂ કરવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા પાણીના નમૂનાઓનું નિયમિત પરીક્ષણ કરાઈ રહ્યું છે અને હજુ સુધી કોઈ ગંભીર પ્રકારની તકલીફ નોંધાઈ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો-જો જ્યાં ત્યાં બુકિંગ ના કરી દેતા, UPથી ઝડપાયો સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનારો આરોપી
તંત્રએ જણાવ્યું કે ડહોળું પાણી માત્ર ચોમાસાની અસર છે અને પાણીની સપ્લાય થોડા દિવસોમાં સામાન્ય સ્થિતિમાં આવી જશે.તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી નાગરિકોએ પાણી ઉકાળીને પીવું તેમ સૂચન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.