બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જો-જો જ્યાં ત્યાં બુકિંગ ના કરી દેતા, UPથી ઝડપાયો સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનારો આરોપી
Last Updated: 03:44 PM, 15 August 2025
સાળંગપુર હનુમાનજી મંદિરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરના ભક્તોને ઠગવા માટે બનાવેલી ફેક વેબસાઈટના ગુનેગારની બોટાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આ આરોપીની ઓળખ ઉત્તરપ્રદેશના રહેવાસી અમરજીત મોતીલાલ તરીકે થઈ છે. બોટાદ સાયબર ક્રાઈમે વ્યાપક તપાસ બાદ યુપી જઈને અમરજીતને પકડી પાડ્યો હતો.
ADVERTISEMENT
ભક્તોને રૂમ બુકિંગના બહાને લૂંટતો હતો
આરોપી અમરજીત દ્વારા સાળંગપુર મંદિરના ધર્મશાળાની નકલી વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટ મારફતે તે ભક્તોને રૂમ બુકિંગના બહાને ચોક્કસ રકમ ચૂકવાવતો હતો. ભક્તો એવી માન્યતા રાખીને ચૂકવણી કરતા કે તેઓ મંદિર ટ્રસ્ટની ઓથેનિટક વેબસાઈટ પર છે. પરંતુ જ્યારે ભક્તો રૂમ બુકીંગ બાદ સાળંગપુર પહોંચતા ત્યારે હકીકત સામે આવતી અને તેઓ ઠગાઈનો ભોગ બન્યા હોવાની જાણ થતી. આવી અનેક ભક્તોએ આ ઠગાઈની જાણ મંદિર ટ્રસ્ટને કરતાની સાથે જ સાયબર ક્રાઈમમાં પણ ફરિયાદ નોંધાવાઈ હતી.
ADVERTISEMENT
46 ફેક વેબસાઈટ બનાવવાનો ખુલાસો
બોટાદ સાયબર ક્રાઇમ તપાસ દરમ્યાન ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી માત્ર સાળંગપુર મંદિર માટે નહીં, પરંતુ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી ચૂક્યો છે. આમાં તેણે Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 16 અને Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 26 જેટલી ફેક વેબસાઈટ બનાવી હતી.આ વેબસાઈટો દ્વારા તે અન્ય અનેક મંદિરો, યાત્રાધામો અને રુધિર વ્યાપક શ્રદ્ધા ધરાવતાં સ્થળોની નકલી વેબસાઈટ બનાવી ભક્તો પાસેથી પૈસા પડાવતા હતો.
ADVERTISEMENT

કોર્ટમાં રજુઆત અને રીમાન્ડની માંગણી
ADVERTISEMENT
આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો છે અને વધુ પૂછપરછ માટે રીમાન્ડની માંગણી કરી છે. સાયબર ક્રાઈમ શાખા માનતી છે કે અમરજીત સાથે અન્ય લોકો પણ જોડાયેલા હોઈ શકે છે અને સમગ્ર જાળું રાજ્ય કે રાષ્ટ્રવ્યાપી સ્તરે કાર્યરત હોય તેવી શકયતા છે.
વધુમાં વાંચો: ફાર્મ હાઉસ પર ભોજન લઈને અન્ય જગ્યાએ કારમાં જતો દેવાયત ખવડ CCTVમાં કેદ, જુઓ Video
ADVERTISEMENT
આ ઘટના એ વાત સાબિત કરે છે કે શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનો દુરુપયોગ કરનાર ઠગ તત્વો ઓનલાઈન પ્લેટફોર્મનો કેવો ગુનાહિત ઉપયોગ કરી શકે છે. આ ઘટનાએ ભક્તોમાં ચિંતા અને સાવચેતી વધારી છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસે ભક્તોને અનુરોધ કર્યો છે કે તેઓ ઓથેન્ટિક વેબસાઈટ અને હેલ્પલાઈન મારફતે જ બુકિંગ અથવા દાન વ્યવહારો કરે અને કોઈ અજાણી લિંક કે વેબસાઈટથી બચે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.