બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફાર્મ હાઉસ પર ભોજન લઈને અન્ય જગ્યાએ કારમાં જતો દેવાયત ખવડ CCTVમાં કેદ, જુઓ Video
Last Updated: 01:04 PM, 15 August 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં 12 ઓગસ્ટના રોજ થયેલા જીવલેણ હુમલા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં 60 કલાક પછી પણ પોલીસ દેવાયત ખવડને નથી પકડી શકી, જેને લઇ તાલાલા પોલીસની ટીમે હવે સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામમાં તહેવારો વચ્ચે તપાસનો ધમધમાટ મચાવ્યો છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગર: ફાર્મ હાઉસ પર ભોજન લઈ અન્ય જગ્યાએ કારમાં દેવાયત ખવડ જતો CCTVમાં કેદ#talala #girtalala #dhruvrajsinhchauhan #devayatkhavad #car #viralvideo #vtvdigital pic.twitter.com/GAQuopIh4C
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
જેને લઇ તાલાલા પોલીસની ટીમે હવે સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામમાં તહેવારો વચ્ચે તપાસનો ધમધમાટ મચાવ્યો છે. પોલિસે ખવડના ફાર્મ હાઉસ અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફાર્મ હાઉસ પર ભોજન કર્યા બાદ દેવાયત ખવડ પોતાની કારમાં અન્ય સ્થળે જતો હોવાનું એક CCTV ફૂટેજમાં સ્પષ્ટ થયું છે.
ADVERTISEMENT
તાલાલા પોલીસની ટીમે મુળી પોલીસ સાથે મળી દુધઈ ગામમાં કાર્યવાહી શરૂ કરી છે. ધરપકડથી બચી રહેલા દેવાયત ખવડની પકડ માટે પોલીસની અલગ-અલગ 7 ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી અનુસાર દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બિનવારસી હાલતમાં મળી આવી છે, બકુલા ધણેજ ગામેથી એક કાર મળી હોવાને લઈને પણ તપાસ આગળ ધપાવવામાં આવી છે.

ADVERTISEMENT
દેવાયત ખવડના નજીકના મિત્રો અને સાથીદારોની પણ પોલિસ પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે ખવડ સહિત અંદાજે 15 જેટલા શંકાસ્પદ સાગરિતોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે ખવડ આ વિસ્તારમાં જ કોઈ જાણીતાની મદદથી છુપાયેલો હોઈ શકે છે. હાલ સુધી ખવડના સંપર્કમાં આવેલા લોકોની કોલ ડિટેઇલ્સ પણ તપાસ હેઠળ લેવામાં આવી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ખવડના નિકટવર્તી લોકોને તકેદારી પૂર્વક ઓબ્ઝર્વ કરાઈ રહ્યા છે અને તેમના મોબાઇલ ફોન્સ પણ ટેક્નિકલ ટીમ દ્વારા સ્કેન થઈ રહ્યા છે.
વધુમાં વાંચો: 50 એકસ્ટ્રા બસો મૂકાતા કૃષ્ણભક્તો માટે ST બની આશીર્વાદ સમાન, એક્સપ્રેસમાં સીટ મેળવવી પણ મુશ્કેલ
ADVERTISEMENT
ઘટનાના 60 કલાક વિતી ગયા છતાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હોવાને કારણે મામલામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ યથાવત છે અને આ કેસમાં જલદી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દેવાયત ખવડનો પાટણ, બનાસકાંઠા અને રાજકોટના કેટલાક વિસ્તારો સાથે પણ સંબંધ હોવાનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જેના આધારે તે વિસ્તારોમાં પણ પોલીસની ટીમો મોકલવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તહેવારોની વચ્ચે પોલીસે આ ગુનાની ગુથ્થલી કેટલા સમયમાં ઉકેલે છે અને મુખ્ય શંકાસ્પદને ક્યારે પકડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.