બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Red light case for youth going to UK on work permit Youth trapped in Kingsbury UK

મદદની માંગ / પૈસા ખૂટી પડ્યા, પાસપોર્ટ ચોરાયો, ફૂટપાથ પર રાતવાસો, UK નોકરી માટે ગયેલા મીથિલ પટેલની કપરી સ્થિતિ,વીડિયો આંખ ઉઘાડતો

Kishor

Last Updated: 06:34 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UK નોકરી માટે જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સામાં આણંદ પંથકનો યુવાન UK માં ફસાયો હોવાનો વીડિયો સામેં આવ્યો છે.

  • વર્ક પરમીટ ઉપર UK જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો
  • UK માં ગુજરાતી યુવક ફસાયો
  • UKમાં નોકરીના અભરખા આણંદના યુવકને ભારે પડ્યા

આજના યુવાઓમાં વિદેશ જવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે વર્ક પરમીટ ઉપર UK જતાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદ પંથકનાં યુવાનને UK માં નોકરીના આભરખા ભારે પાડયા છે. હાલ આ યુવાન યુકેમાં ફરાયો હોવાનો વીડિયો સામે આવતા વતનમાં પરિજનો મુંજાયા છે. જે પોતાના વતન આવવા માટે દર દર ભટકી રહ્યો છે.

યુવાન UK ના કિંગ્સબરીમાં ફસાયો

આ મામલે જાણવા મળતી વિગત એવી છે કે મૂળ નડિયાદનો છે વતની મીથિલ પટેલ ઘણા સમયથી પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થયો છે. આવી  સ્થિતિ વચ્ચે યુવકને યુકેમાં નોકરીના સપના દેખાયા બાદ એજન્ટનો ભેટો થયો હતો. જેની જરૂરી કાર્યવાહી કર્યા બાદ આ યુવાન બે માસ પહેલા એજન્ટ મારફતે યુકે ગયો હતો. પરંતુ ત્યાં જઈને તેના પગ તળેથી જમીન સરખી જાય તેવી ચોંકાવનારી ઘટના સામેં આવી હતી અને હાલ આ યુવાન UK ના કિંગ્સબરીમાં ફસાયો છે.

યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથર્યો

જે કંપની દ્વારા ઓફર લેટરથી યુવકને નોકરી આપવાની વાતો કરી હતી. બાદમાં UK ગયો હતો ત્યાં નોકરી જ ન મળતા હેરાન થયો છે. થોડો સમય વીતી ગયા બાદ હવે યુવક પાસે પીજીના પૈસા ખૂટી પડ્યા છે જેને લઈને સંચાલક દ્વારા યુવકને પીજીમાંથી કાઢી મુક્યો હતો. હાલ તે ફૂટપાથ પર દિવસ રાત ગુજારી રહ્યો છે. વધુમાં યુવકના પાસપોર્ટ સહિત તમામ ડોક્યુમેન્ટ પણ ચોરાઈ ગયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ત્યાં એક ગુજરાતી યુવાન તેને મળ્યો હતો. જેને મીથિલ પટેલે પોતાની આપવિતી જણાવી હતી. યુવાને સરકાર સમક્ષ રાહતનો ખોળો પાથરી ઘરે પહોંચવા કરુણ અવાજે માંગ ઉઠાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ