ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું તમારે પણ પરસેવો અને તડકાથી આંખો બળવા લાગે છે? તો અપનાવો આ ઉપાય, મળશે આરામ

હેલ્થ ટિપ્સ / શું તમારે પણ પરસેવો અને તડકાથી આંખો બળવા લાગે છે? તો અપનાવો આ ઉપાય, મળશે આરામ

Last Updated: 09:17 AM, 30 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Eye Problem In Summer: તાપ અને પરસેવાથી આંખોમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે. ગરમીમાં લોકોની આંખો લાલ થઈ જાય છે. એવામાં તમને ત્વચા અને શરીર સાથે આંખોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ડોક્ટર પાસેથી જાણો ગરમીમાં આંખોની કેવી રીતે સારવાર કરવી.

ADVERTISEMENT

ગરમીની અસર શરીરના દરેક અંગો પર પડે છે. ત્વચા, વાળ, પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા સહિતની સમસ્યા ગરમીમાં થાય છે. મગજ કામ નથી કરી રહ્યું અને આંખો તાપ અને પરસેવાથી બળે છે. ભયંકર ગરમીના દિવસોમાં આંખોની યોગ્ય દેખરેખ કરવી પણ જરૂરી છે.

eyes.jpg

ગરમીના કારણે આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી આવવુ અને ઘણી વખત ડ્રાય આયની સમસ્યા થવા લાગે છે. આ મુસ્કેલીઓથી બચવું છે તો શરીરમાં પાણીની કમી ન થવા દો. જાણો ગરમીમાં આંખોની દેખરેખ કેવી રીતે કરશો.

ઉનાળામાં આ રીતે કરો આંખોની દેખરેખ

  • જ્યારે પણ ઘરની બહાર નિકળો તો ગોગલ્સ લગાવીને નિકળો. ધ્યાન રાખો કે ચશ્મા સારી ક્વોલિટીના અને સાઈઝમાં મોટા હોવા જોઈએ. જે આંખોને સંપૂર્ણ રીતે કવર કરે.
  • આંખોને ગરમ હવા, લૂ અને ધૂપથી બચાવવા માટે રૂમાલ કે દુપટ્ટા- સ્ટોલનો ઉપયોગ કરો. હેટ કે ટોપી પણ લગાવો.
  • વાદળ હોય તો આંખો પર ચશ્મા લગાવવા જોઈએ જેનાથી ભેજથી આંખોને બચાવી શકાય.
  • ગરમીમાં સનસ્ક્રીન લગાવતી વખતે ધ્યાન રાખો કે આંખમાં ન જાય. જો ભૂલથી જતુ પણ રહે તો સાફ પાણીથી આંખોને ક્લીન કરી લો.
eye-girl.jpg
  • આંખોમાં ખંજવાડ, બળતરા કે ડ્રાયનેસ થવા પર આંખોને વારંવાર હાથથી ન મસળો.
  • સ્વિમિંગ વખતે ક્લોરીન વાળું પાણી આંખોમાં ન જાય તેના માટે સ્વિમિંગ વાળા ચશ્મા પહેરો.
  • ઘરમાં ડાયરેક્ટ એસી કે કૂલરની ઠંડી હવાથી આંખોને બચાવો તેનાથી ડ્રાયનેસ વધી શકે છે.
  • જો આંખોમાં દુખાવો કે થાક છે તો ઠંડા પાણીથી કપડાને પલાડી અને આંખો પર લગાવો.
  • તમે ઈચ્છો તો આઈસ પેક કે ખીરાના ટૂકડા પણ આંખો પર મુકી શકો છો. તેનાથી રાહત મળશે.
  • વધારે સમય સુધી સતત ફોન, લેપટોપ કે સ્ક્રીન જોવાથી બચો. તેનાથી ડ્રાયનેસ આવી શકે છે.

વધુ વાંચો: દર મહિને મળશે મોટું પેન્શન: રિટાયરમેન્ટ માટે આ છે સૌથી બેસ્ટ સિસ્ટમ, વચ્ચે-વચ્ચે પૈસા પણ ઉપાડી શકશો

  • રાત્રે સારી ઊંઘ અને હેલ્ધી ભોજન ખાઓ. તેનાથી આંખોને સ્વસ્થ્ય રાખવામાં મદદ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Summer Dry Eye Problem Eye Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ