ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / real estate first time home buyer tips buy house keep these things

તમારા કામનું / ઘર કે ફ્લેટ ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન

Published By: Premal

Last Updated: 12:47 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર બનાવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે. જો તમે ફ્લેટ ખરીદવાના છો તો એવા સમયે અમુક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

ADVERTISEMENT

  • શુ તમને ઘર અથવા ફ્લેટ ખરીદવાની ઈચ્છા છે?
  • આ વિશેષ બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી
  • પ્રોપર્ટી પર રોકાણ કરતા પહેલા આ બાબતોનુ રાખો ધ્યાન

ઘર અથવા ફ્લેટ ખરીદતા પહેલા આ વાતનુ રાખો ધ્યાન

જો તમે ઘર ખરીદવા અંગે પ્લાન બનાવી રહ્યાં છો તો આ અહેવાલ તમારા માટે કામનો છે. તમારે ઘર અથવા ફ્લેટ ખરીદતા પહેલા અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. જેના કારણે તમે કોઈ પણ પ્રકારના નુકસાનથી બચી શકો છો. પ્રોપર્ટી પર રોકાણ કરતા પહેલા તમારે આ બાબતોનુ ધ્યાન રાખવુ પડશે. તો તમે પ્રોપર્ટી સાથે જોડાયેલા ફ્રોડ થવાથી બચી શકો છો. 

આજકાલ લોકો સોસાયટીમાં બનાવેલા ફ્લેટ્સ તરફ વળે છે

આજે દરેક માણસનુ સપનુ દિલ્હી-એનસીઆર જેવા મેટ્રો શહેરમાં ઘર બનાવવાનુ હોય છે. ઘર બનાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે. એવામાં લોકો સોસાયટીમાં બનાવેલા ફ્લેટ્સ તરફ વળે છે. ફ્લેટ્સ ખરીદતી સમયે અમુક વાતનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. 

EMI અંગે કરો રિસર્ચ 

જો તમારી પાસે ઘર ખરીદતી સમયે પૈસાની વ્યવસ્થા નથી તો સૌથી પહેલા તમારે આ કામ કરવુ પડશે. જેના માટે ડાઉનપેમેન્ટથી લઇને હોમ લોન અંગે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. હોમ લોનમાં કેટલી રકમ મળી રહી છે, તેનો વ્યાજ દર કેટલો છે. આજકાલ ઈન્ટરનેટ પર હોમ લોનનો સમયગાળો, EMI અને હોમ લોનના પ્રકાર પર પણ રિસર્ચ કરવુ જોઈએ. હોમ લોનને તમે જેટલા લાંબા સમયગાળા માટે લેશો તમારો EMI એટલો જ ઓછો થશે. જો કે, તેમાં તમારે સૌથી વધુ વ્યાજ આપવુ પડશે. 

અવશ્ય ચેક કરો લીગલ પેપરવર્ક 

તમે જે પ્રોપર્ટીમાં રોકાણ કરવા જઇ રહ્યાં છો, તેના લીગલ પેપરવર્કમાં કોઈ બેદરકારી ના રાખશો. જો સમજમાં આવી રહ્યું નથી તો કોઈ વકીલની મદદ લઇ શકો છો. જેના માટે તમારે થોડો વધુ પૈસાનો ખર્ચ કરવો પડી શકે છે. પરંતુ લાખો, કરોડો રૂપિયાના રોકાણ આગળ આ રકમ ખૂબ ઓછી પડશે. જેનાથી તમને ભવિષ્યમાં કાયદાકીય ગુંચમાંથી બચવામાં મદદ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Home Loan Interest Rate Property Loan Real Estate Home Loan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ