બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Re-entry of rains in Ahmedabad after a long break: So many areas drenched

ચોમાસું 2023 / લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદની ફરી એન્ટ્રી: આટલા વિસ્તારો ભીંજાયા, જાણો શું છે આગાહી

Malay

Last Updated: 10:12 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain in Ahmedabad: અમદાવાદમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

  • અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં આજે ધીમીધારે વરસાદ
  • શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી 
  • હવામાન વિભાગે કરી છે હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે સવારના 9.00 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય પછી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજુ કે આજે રવિવારને રજાનો દિવસ હોવાથી ફૂડ સ્ટોલ પર ગાંઠીયા અને ભજીયા ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. મહત્વનું છે કે, અમદાવાદમાં આગામી બે દિવસ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરથી લઈને જુઓ કયા વિસ્તારોમાં  થશે મેઘમહેર | Rain forecast again in Gujarat: From Ahmedabad-Gandhinagar,  see which areas will receive rain
ફાઈલ ફોટો

લોકોને ગરમીથી રાહત મળી
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદનું જોર થોડું ધીમું પડ્યું છે. પરંતુ હજુ ચોમાસું ગયું નથી. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના નારણપુરા, વાડજ, RTO સર્કલ, ચાંદખેડા, સાબરમતી અને એસ.જી હાઇવે પર હળવો વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસાદ વરસતા શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા છે. વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે શહેરીજનો અહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે. 

હવામાન વિભાગે કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા શહેર સહિત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. ગતરોજ હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદમાં આજથી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આજે, આવતીકાલે અને સોમવાર એમ સતત ત્રણ દિવસ સુધી અમદાવાદમાં હળવો વરસાદ પડશે. જ્યારે 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે હવામાન વિભાગે રવિવારે આખા ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.

લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન: જાણો આગામી ચાર દિવસની શું છે  આગાહી | After a long break in the city of Ahmedabad, the Meteorological  Department has made this prediction
ફાઈલ ફોટો

બંગાળની ખાડીમાં લો પ્રેશર
હવામાન વિભાગે કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદ થવાની શક્યતા ઉદ્ભવી છે. આ સિસ્ટમનું વહન મોટા ભાગે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે, પરંતુ તેની અસરના કારણએ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ