ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / તમારા કામનું / બેંક ક્રેડિટ કાર્ડ બંધ નથી કરતી? તો કસ્ટમરને રોજના આપવા પડશે 500 રૂપિયા, જાણો શું કહે છે RBIનો આ નિયમ
Last Updated: 09:46 AM, 17 August 2024
ADVERTISEMENT
જો તમે ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે પરંતુ હવે તમે તેનો ઉપયોગ નથી કરવા માંગતા અને બંધ કરવા વિશે વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. ઘણી વખત એવું બને છે કે બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવાની અજીને જલ્દી અપ્રૂવ નથી કરતા અને ક્રેડિટ કાર્ડ ક્લોઝ કરવાની પ્રોસેસમાં મોડુ કરે છે આવા સમયમાં યુઝર્સ પરેશાન થઈ જાય છે. પરંતુ તમને આજે એક એવો નિયમ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી મુશ્કેલી દૂર કરી દેશે.
ADVERTISEMENT

બેંકની તરફથી કાર્ડ બંધ કરવામાં કોઈપણ પ્રકારનું મોડુ કરવામાં આવી રહ્યું છે તો RBIનો નિયમ જાણી લો. હકીકતે RBIનો એક નિયમ કહે છે કે કોઈ બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં મોડુ કરે તો તેને યુઝર્સને દરરોજ 500 રૂપિયાનો દંડ આપવો પડે છે.
ADVERTISEMENT

શું કહે છે RBIનો નિયમ?
ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકના નિયમ અનુસાર જો કોઈ કસ્ટમર ક્રેડિટ કાર્ડને બંધ કરવાની રિક્વેસ્ટ નાખે છે તો તેના પર 7 દિવસની અંદર પ્રોસેસ શરૂ કરવી જરૂરી છે. જો કાર્ડ ઈશ્યુ કરનાર કંપની કે બેંક કે સંસ્થા આમ નહીં કરે તો 7 દિવસનો સમય પુરો થયા બાદ તેના પર 500 રૂપિયા દરરોજના હિસાબથી દંડ લાગે છે અને આ અમાઉન્ટ કસ્ટમર્સને બેંક દ્વારા આપવાની હોય છે.

ADVERTISEMENT
જોકે આ વાતનું ધ્યાન આપવું જરૂરી છે કે તમારે ક્રેડિટ કાર્ડનું કોઈ પણ પેમેન્ટ બાકી ન હોવું જોઈએ. આ નિયમ RBIએ વર્ષ 2022માં રજૂ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ