ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / rbi guidelines for exchange mutilated old notes

તમારા કામનું / જો તમારી પાસે પણ છે ફાટેલી નોટ તો આજે જ જાણી લો RBIની આ ગાઈડલાઈન, નહીં તો મુકાઇ જશો મોટી મુશ્કેલીમાં!

Published By: Premal

Last Updated: 01:18 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય બેંકના દિશા-નિર્દેશો મુજબ જો કોઈ બેંક ફાટેલી જૂની નોટોને બદલવાની ના પાડે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

  • શું તમારી પાસે ફાટેલી નોટ છે?
  • તો જાણી લો RBIની આ ગાઈડલાઈન
  • બેંક ના પાડે તો તેની સામે ફરિયાદ કરી શકો છો 

હવે તમારે ફાટેલી નોટને બદલાવા ભટકવુ નહીં પડે 

જો તમારી પાસે ફાટેલી જૂની નોટ છે તો હવે તમે તેને સરળતાથી બદલાવી શકો છો. ફાટેલી નોટ બદલવા માટે તમારે કોઈ જગ્યાએ ભટકવુ પડશે નહીં. ફાટેલી જૂની નોટોને તમે પોતાની નજીકની બેંક શાખામાં જઇને બદલાવી શકો છો. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો કોઈ બેંક તમારી ફાટેલી જૂની નોટ બદલવાથી ના પાડે છે તો તે બેંકની સામે આરબીઆઈ દ્વારા કડક કાર્યવાહી કરવાની સાથે દંડ પણ ફટકારી શકાય છે. ફાટેલી જૂની નોટ ના બદલાવાની સ્થિતિમાં તમે બેંક સામે સત્તાવાર વેબસાઈટ પર ઑનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. 

ફાટેલી નોટ હવે બેંક બદલી આપશે

આરબીઆઈએ પોતાના નવા નિયમોમાં કહ્યું છે કે ફાટેલી નોટોને હવે બેંક દ્વારા બદલી શકાય છે અને બદલવાની કોઈ ના નહીં પાડી શકે. જો તમારી પાસે ટેપ ચોંટાડેલી છે અથવા ફાટેલી નોટ છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી તો આરબીઆઈએ તેને બદલવાના નિયમ બનાવ્યાં છે. ખરેખર, ફાટેલી નોટ કોઈ કામમાં આવતી નથી અને કોઈ તેને લેતા નથી. એવામાં લોકોએ ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. 

બેંક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

આરબીઆઈનુ કહેવુ છે કે આવી નોટ કોઈ પણ બેંકમાં જઇને બદલાવી શકો છો. આ સાથે આરબીઆઈએ એવુ પણ કહ્યું કે કોઈ પણ બેંક નોટ બદલવાની ના પાડતુ નથી. કેન્દ્રીય બેંકના દિશા-નિર્દેશો મુજબ જો બેંક આમ કરવાની ના પાડે છે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નોટ બદલવા માટે શરતો 

ઉલ્લેખનીય છે કે ફાટેલી નોટોને કોઈ પણ બેંકમાં જઇને બદલી શકાય છે, પરંતુ તેના માટે અમુક શરતો છે. નોટ જેટલી ખરાબ હશે તેની કિંમત એટલી જ ઓછી હશે. જો કોઈ શખ્સની પાસે 20થી વધુ ખરાબ નોટ છે અને તેની ટોટલ રકમ 5000 રૂપિયાથી વધુ છે, તો તેના માટે લેણદેણ ફી લેવામાં આવશે. આ સાથે નોટ એક્સચેન્જ કરતી સમયે તેમાં સિક્યોરિટી સિમ્બોલ આવશ્ય જોવો જોઈએ. નહીં તો તમારી નોટ નહીં બદલવામાં આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

RBI guidelines Reserve Bank of India Withdraw Old Notes ફાટેલી નોટ Withdraw Old Notes

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ