બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:29 PM, 29 January 2022
ADVERTISEMENT
કાચા મગ ખાવાથી તમારું હેલ્થ બગડી શકે
અમેરિકન હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, મગને ક્યારેય કાચા ના ખાવા જોઈએ. કાચા મગ ખાવાથી તમારું આરોગ્ય બગડી શકે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ, કાચા મગનું સેવન તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મગ બીજમાંથી ઉગે છે. ઘણી વખત અંકુરણની પ્રક્રિયા દરમ્યાન તેમાં ઈ.કોલાઈ અને સેલ્મોનેલા જેવા હાનિકારક બેકટેરિયા જન્મે છે. આ બેક્ટેરિયા કોઈ પણ ચીજમાં હોઈ શકે છે. પરંતુ જે રીતે મગ ઉગાડવામાં આવે છે તેમાં બેકટેરિયાનું જોખમ વદારે હોય છે. એફડીએ ચેતવણી આપતા કહ્યું કે જો બીજની બહાર અને બીજમાં કોઈ હાનિકારક બેકટેરિયા હોય છે તો તે અંકુરણ દરમ્યાન ઘણા વધી શકે છે. ઘર પર વાવવામાં આવેલા મગમાં પણ આ જોખમ રહેલુ છે.
ADVERTISEMENT
થશે ફૂડ પોઈઝનિંગની સમસ્યા
સીડીસી મુજબ, બેકટેરિયાની સાથે વાવેલા મગને કાચા ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઇ શકે છે. જો તમે મગને સારી રીતે પકવીને નથી ખાતા તો તેનાથી તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મગને સારી રીતે પકવીને ખાવાથી તેમાં રહેલા બેકટેરિયા મરી જાય છે. એફડીએની સલાહ છે કે મગને ખાતા પહેલા પાણીમાં સારી રીતે ધોઈ નાખવા જોઈએ. જેને કારણે બેકટેરિયા ઓછા થઇ જાય છે. પરંતુ સીડીસીનું કહેવુ છે કે ફક્ત ધોવા જ પૂરતા નથી. બેકટેરિયાને સંપૂર્ણ રીતે મારવા માટે મગને પકવવા અત્યંત જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT