બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / Ravindra Singh Bhati Independent Candidate from Barmer Loksabha Seat

Lok Sabha Election 2024 / રવિન્દ્ર સિંહ ભાટી..26 વર્ષના યુવકે ભલભલી પાર્ટીનો પરસેવો છોડાવ્યો, ભાજપના મિશન 25 પર મંડરાયો ખતરો

Vidhata

Last Updated: 01:40 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માં રાજસ્થાનમાં 25 સીટો પર દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. તમામે પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન 26 વર્ષીય સ્વતંત્ર યુવા નેતાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માં રાજસ્થાનમાં 25 સીટો પર દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. તમામે પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે. આ દરમિયાન એક 26 વર્ષના યુવા નેતાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નેતા છે રવિન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati). તેમના અપક્ષ ઉમેદવારના નોમિનેશન વખતે એકઠી થયેલી ભીડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાજસ્થાનમાં સતત બે વાર ક્લીન સ્વીપ કરી ચુકેલી ભાજપના 'મિશન 25' માટે પણ આ યુવા નેતાને ખતરો માનવામાં આવી રહ્યા છે. રવિન્દ્ર સિંહ ભાટી પહેલી લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવી શકશે કે નહીં એ તો 4 જૂને મતગણતરી પછી જ જાણવા મળશે, પણ તેમને પોતાની ટૂંકી રાજકીય કારકિર્દીમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે કે એની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે. 

બાડમેર બેઠકના મહત્ત્વના દાવેદાર

રાજસ્થાનના બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે રવિન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati). હવે તેણે બાડમેર સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભાટી મોદી સરકારના મંત્રી કૈલાશ ચૌધરી સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના જબરદસ્ત પ્રદર્શનને કારણે તેની લોકપ્રિયતા વધી ગઈ છે. એટલે જ તેની સભાઓમાં ભારે ભીડ જામે છે. નોમિનેશન દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા કે તસવીરો વાયરલ થઈ ગઈ. તેમને બાડમેર બેઠકના મહત્ત્વના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. એમ તો ભાજપ પીએમ મોદીના નામ અને કામ સાથે જ રામ લહેર પર સવાર થઈને રાજસ્થાનની તમામ 25 સીટો પર જીતનો દાવો કરી રહી છે. પરંતુ બાડમેરમાં પાર્ટીના ધબકારા ચોક્કસ વધી ગયા છે. 

રવિન્દ્ર સિંહ ભાટી (Ravindra Singh Bhati)એ 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ઘણા દિગ્ગજ નેતાઓને હરાવીને જીત મેળવી હતી. જ્યારે ભાજપે આ બેઠક પરથી સ્વરૂપ સિંહ ખારાને ઉમેદવાર બનાવ્યા ત્યારે ભાટીએ બળવો કર્યો અને ચૂંટણી લડી. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. ભાટીએ ભાજપ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીન ખાન, બળવાખોર કોંગ્રેસના નેતા ફતેહ ખાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાલમ સિંહ રાવત જેવા નેતાઓને હરાવી દીધા હતા. તેમણે લગભગ 4 હજાર મતોથી જીત નોંધાવી હતી.

વધુ વાંચો: બાગી હોય કે સાથી..સૌ પર નજર રાખી રહી છે BJP, આવી રીતે 370 બેઠકો પળેપળની અપડેટ પહોંચી રહી છે દિલ્હી

2019માં પહેલીવાર ચૂંટણી લડી અને ઇતિહાસ રચ્યો

રવિન્દ્ર સિંહ ભાટીએ 5 વર્ષ પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો. આરએસએસના વિદ્યાર્થી સંગઠન એબીવીપીના સભ્ય ભાટી જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. 2019માં તેઓ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ એબીવીપીએ તેમને ટિકિટ આપી ન હતી. ભાટીએ બળવો કર્યો અને અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા અને જીત્યા. આ યુનિવર્સિટીના 57 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અપક્ષ ઉમેદવાર વિદ્યાર્થી સંઘના પ્રમુખ પદે જીત્યો છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ