બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BJP high command to get Feedback from 370 Lok Sabha Seats

ઈલેક્શન વોર રૂમ / બાગી હોય કે સાથી..સૌ પર નજર રાખી રહી છે BJP, આવી રીતે 370 બેઠકો પળેપળની અપડેટ પહોંચી રહી છે દિલ્હી

Vidhata

Last Updated: 02:11 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ તમામ મુખ્ય બેઠકોના દરેક સમીકરણ પર નજર રાખી રહ્યું છે. આ માટે કૉલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એકંદરે ભાજપે 370 સીટો પર કોલ સેન્ટર બનાવ્યા છે. તેના આધારે જ રણનીતિ બનાવવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) ની જાહેરાત પહેલા જ પીએમ નરેન્દ્ર મોદીએ 370 સીટો પર બીજેપીની જીતનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. આટલું જ નહીં તેમની જાહેરાત બાદ ભાજપે પણ આ માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. યુપી, બિહાર, ઓડિશા, બંગાળ, મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ભારત સુધી ભાજપે કુલ 370 સીટોનું લક્ષ્ય રાખ્યું છે, જેના પર કોઈપણ ભોગે જીતવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલું જ નહીં, ભાજપ આ તમામ બેઠકોના દરેક સમીકરણ પર નજર રાખી રહ્યું છે. આ માટે ભાજપે કુલ 370 સીટો પર કૉલ સેન્ટર બનાવી દીધા છે. આ કૉલ સેન્ટરો મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન આપી રહ્યા છે - કોણ ભાજપ સાથે છે, કોણ બળવાખોર છે અને કઈ યોજનાઓ પર જનતાનું વલણ કેવું છે. આ ઉપરાંત યોજનાઓનો પ્રચાર પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

370 સીટો પર જીત માટે અપાઈ રહ્યું છે આ બાબતો પર ધ્યાન 

આ કૉલ સેન્ટરો દ્વારા એ બાબત પર નજર રાખવામાં આવી રહી છે કે કઇ સીટો પર કયા નેતાઓ બળવો કરી રહ્યા છે. આ સિવાય કોઈ ચોક્કસ સમુદાયમાં નારાજગી તો નથી ને! એ બાબત પર પણ નજર રખાઈ રહી છે. ટિકિટની વહેંચણીના કારણે સ્થાનિક નેતાઓમાં જો રોષ છે તો તેના ફીડબેક પણ હાઈકમાન્ડ સુધી પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, પાર્ટી નેતૃત્વ દ્વારા આ બાબતોને ધ્યાનમાં રાખીને જ રેલીઓ અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુપીની જ વાત કરીએ તો ભાજપે ગાઝિયાબાદથી ગાઝીપુર સુધીની તમામ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આમાંથી કેટલીક બેઠકો એવી છે કે જ્યાં વર્તમાન સાંસદો લોકપ્રિય નેતા હોવા છતાં તેમની ટિકિટો રદ કરવામાં આવી હતી.

લાંબા સમયથી નિષ્ક્રિય કાર્યકરોને કરાઈ રહ્યા છે સક્રિય 

આ પણ એક કારણ છે કે આ બેઠકો પર સ્થાનિક લોકોની નારાજગી જોવા મળી રહી છે. તેનો ફીડબેક સીધા પીએમ નરેન્દ્ર મોદી, પાર્ટી ચીફ જેપી નડ્ડા જેવા નેતાઓ સુધી પહોંચે છે. આ જ કારણ છે કે ગાઝિયાબાદ જેવી સલામત ગણાતી સીટ પર પીએમ નરેન્દ્ર મોદી પોતે રોડ શો કરવા પહોંચ્યા. આ સિવાય તેઓ એક રેલી માટે પીલીભીત પણ પહોંચ્યા હતા. અહીં 2014 અને 2019માં ભાજપે પીએમ મોદીના કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું. આ સિવાય લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા જૂના કાર્યકરો કે જેમનો તેમના સમાજ અને વિસ્તારમાં પ્રભાવ હોય, એવા કાર્યકરોને પણ સક્રિય કરવામાં આવી રહ્યા છે. 

વધુ વાંચો: 26 લોકસભા અને 5 વિધાનસભા બેઠક માટે ચૂંટણીપંચે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ, એક ક્લિકમાં જાણો તમામ વિગત

દરેક સીટ પરથી 2000 કાર્યકરોના લેવાઈ રહ્યા છે ફીડબેક

પાર્ટીના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલીક બેઠકો પર જીતના વિશ્વાસને કારણે કાર્યકરો સુસ્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમનામાં ઊર્જા ભરવા માટે પણ કૉલ સેન્ટર્સ તરફથી ફીડબેક મળી રહ્યા છે. હાલમાં પાર્ટીનું સમગ્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે નેતાઓ બળવાખોર ન બને અને તેમને વધુ પડતા આત્મવિશ્વાસથી બચાવી શકાય. હાલમાં દરેક સીટ પરથી લગભગ 2000 કાર્યકરોના ફીડબેક લેવામાં આવી રહ્યા છે. તેના આધારે જ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે યુપી અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઠાકુરોની નારાજગીના સમાચાર હતા. આ પછી ભાજપ સક્રિય થઈ અને પછી સહારનપુરમાં રાજનાથ સિંહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

BJP BJP Strategy lok sabha elections 2024 ભાજપ લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ