ranvirs 10 years of hard work turned water, these are the five lowest-grossing films|
જયેશભાઈ જોરદાર? /
રણવીરનો ગુજરાતી અવતાર નિષ્ફળ! વર્ષોની મહેનત પાણીમાં, કમાણીના મામલે બનાવ્યો આ નિરાશાજનક રેકોર્ડ
Team VTV02:03 PM, 20 May 22
| Updated: 02:22 PM, 20 May 22
'રામ રામ' કરતા અભિનેતા રનવીર સિંહની નવી ફિલ્મ 'જયેશ ભાઈ જોરદાર'નો થીયેટરોમાં એક વીક પૂરું થયું. ફિલ્મને પહેલા જ દિવસેથી જે રીતે દર્શકોએ નકારી છે, તેના કારણે આ ફિલ્મ છેલ્લા 10 વર્ષમાં રણવીર સિંહના કરિયરની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
રણવીરસિંહની ફરી એક ફિલ્મ ફ્લોપ
પહેલા દિવસથી જ દર્શકોએ આપ્યો જાકારો
'જયેશભાઈ જોરદારે' 'લૂટેરા' અને 'કિલ દિલ'થી પણ ઓછી કમાણી કરી.
રણવીરસિંહની નવી ફિલ્મની હાલત એવી રહી છે કે, 'જયેશભાઈ જોરદાર'નું કલેક્શન પહેલા સપ્તાહમાં જ રણવીરની સુપર ફ્લોપ ફિલ્મો 'લૂટેરા' અને 'કિલ દિલ'થી પણ ઓછું રહ્યું છે.
13 વાળા શુક્રવારનુ અપશુકન
ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' દેશ વિદેશ માં 13 મે ના રોજ રિલીઝ થઈ હતી. શુક્રવારે જો 13 તારીખ પડે તો, તેને તમામ પ્રચલિત અવધારણો માં અશુભ મનાય છે. શુક્રવારનો આ અપશુકન રણવીરસિંહ પર પણ ફિલ્મી આંકડાઓના હિસાબથી ભારે પડ્યુ. દર વર્ષે બાહર પાડવામાં આવતા બ્રાંડ્સની લિસ્ટમાં રણવીરસિંહ ભારતીય સિનેમાના આ વર્ષના સૌથી મોટા બ્રાંડ બનવામાં સફળ રહ્યાં છે. તેઓ એ આ પોજીશનથી અક્ષય કુમારને પણ હટાવી દીધા છે. પરંતુ, બંનેના તારાઓ આ દિવસોમાં ઠીક નથી ચાલી રહ્યાં. અક્ષય કુમારની બેલબોટમ અને બચ્ચન પાંડે જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધરાશાયી થઈ ગઈ છે. તો રનવીર સિંહ પણ આ જ કતારમાં લાગી ગયા છે.
પહેલા દિવસે જ ઘરાશાયી
રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' ને તેના હીરો સીવાય તેના નિર્માતા મનિષ શર્મા અને નવોદિત નિર્દેશક દિવ્યાંગ ઠક્કરે શ્રેષ્ઠ વાર્તા પર બનેલી ફિલ્મ બનાવ્યું હતું. પરંતુ આ ફિલ્મ એટલી પ્રતિગામી ફિલ્મ પર બની છે કે, લોકો આના વિરૂધ અદાલત સુધી પહોચી ગયા. ફિલ્મને મળેલા નકારાત્મક પ્રચારનો પરિણામ એ નિકળ્યું કે ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ ફક્ત 3.25 કરોડ રુપિયાની જ કમાણી કરી શકી છે. ફિલ્મ 'બેંડબાજા બારાત'ની એક કરોડની ઓપનિંગ બાદ રનવીર સિંહની આ બીજી ફિલ્મ રહી જેનુ કલેક્શન પહેલા દિવસે જ આટલુ ઓછું રહ્યું.
સાત દિવસમાં ફક્ત 17 કરોડ
ફિલ્મને રિલીઝ થયા ગુરૂવારે એક એઠવાડિયું પુર્ણ થયુ છે. આ સાત દિવસોમાં ફિલ્મ જયેશાભાઈ જોરદારે કુલ 17.84 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે. ફિલ્મે રિલીઝના દિવસે 3.25 કરોડ કમાવ્યાં બાદ જોકે શનિવાર અનેં રવિવારે સારૂ કલેક્શન કરતાં 4.0 કરોડ અને 4.75 કરોડ રુપિયા કમાવ્યા પરંતુ તેના બાદ ફિલ્મે મેદાન જ છોડી દીધુ.