બ્રેકિંગ ન્યુઝ
સ્લમડોગ મિલિયોનેરના 'જય હો' ગીતે એ આર રહેમાનને ઓસ્કાર, ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા અને ગ્રેમી એવોર્ડ જીતાડ્યા હતા. એઆર રહેમાનની કારકિર્દીને સાતમા આસમાને પહોંચાડવામાં 'જય હો' ગીતે ઘણી મદદ કરી હતી. હવે 'જય હો'ને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે 'જય હો'ની ટ્યુન એઆર રહેમાને નહીં, પરંતુ સુખવિંદર સિંહે કમ્પોઝ કરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જ્યાં રામ ગોપાલ વર્માએ કહ્યું- 'જય હો ગીત સુભાષ ઘાઈની 2008માં આવેલી ફિલ્મ યુવરાજ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે સુભાષ ઘાઈને લાગ્યું કે જય હો ગીત તેમની ફિલ્મમાં ક્યાંય ફિટ થઈ રહ્યું નથી. ત્યારબાદ વર્ષ 2008માં સ્લમડોગ મિલિયોનેરમાં જય હો ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

ADVERTISEMENT
રામ ગોપાલ વર્માએ એમ પણ કહ્યું કે જય હો ગીતની ટ્યુન એઆર રહેમાને સુખવિંદર સિંહ પાસેથી કંપોઝ કરાવી હતી. રામ ગોપાલ વર્માનું કહેવું છે કે જ્યારે સુભાષ ઘાઈ એ આર રહેમાનના આલ્બમ આપવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સિંગર લંડનમાં હતો. એવામાં એઆર રહેમાને ગાયક સુખવિંદર સિંહ પાસેથી મદદ માંગી અને તેમની પાસેથી જય હો કમ્પોઝ કરાવ્યું. પરંતુ જ્યારે સુભાષ ઘાઈને ખબર પડી કે એ આર રહેમાને આ ગીત પોતે કંપોઝ નથી કર્યું, તો તેઓ ખૂબ નારાજ થઈ ગયા.
ADVERTISEMENT
વધુ વાંચો: સલમાનના ઘરે પહોંચી લોરેન્સ બિશ્નોઈના નામે બુક થયેલી કાર, મચ્યો હડકંપ, 1 સકંજામાં
ADVERTISEMENT
રામ ગોપાલ વર્માનું કહેવું છે કે સુભાષ ઘાઈએ એ આર રહેમાન પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું તમને એક મ્યુઝિક ડિરેક્ટર તરીકે કરોડો રૂપિયા ચૂકવી રહ્યો છું અને તમે મારા માટે સુખવિંદર પાસેથી ધૂન કંપોઝ કરાવી રહ્યા છો. જો મને સુખવિંદર જ જોઈતો હોય તો હું તેને સાઇન કરીશ. પૈસા લઈને સુખવિંદર પાસેથી મ્યુઝિક કમ્પોઝ કરાવવાવાળા તમે કોણ છો?
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.