બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / car booked in name Lawrence Bishnoi reached Salman house caused commotion 1 in Sakanja

મુંબઈ / સલમાનના ઘરે પહોંચી લોરેન્સ બિશ્નોઈના નામે બુક થયેલી કાર, મચ્યો હડકંપ, 1 સકંજામાં

Ajit Jadeja

Last Updated: 10:58 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી એક આરોપીને ઝડપી તપાસ હાથ ધરી

Mumbai Crime : બોલીવુડના સુપરસ્ટારને ધમકી અને ઘર આગળ ફાયરિંગની ઘટના બાદ પોલીસ ચોકી ગઇ છે. મુંબઈ પોલીસ હવે એલર્ટ પર છે. જોકે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે કેબ બુક કરનાર આરોપીની ધરપકડ કરી છે. બોલીવુડના સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના પછી પણ હુમલાખોરો દ્વારા હજુ પણ ભય ફેલાવાઇ રહ્યો છે. મુંબઇમાં શુક્રવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે બુક કરાયેલી કેબ ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ત્યારે હડકંપ મચ્યો હતો. ચોકીદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કેબ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો અને બુકિંગની માહિતી એકઠી કરી અને પછી તેને યુપીથી કેબ બુક કરનાર આરોપીની ધરપકડ કરી છે.

લોરેન્સ બિશ્નોઇનું નામ ફરી ઉછડ્યુ

મુંબઇ પોલીસ આ ઘટના પછી ફરી ચોકી ગઇ છે. અને સુપરસ્ટારને મળેલી ધમકી અને ફાયરિંગની ઘટના પછી એલર્ટ બની છે. જોકે પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે કેબ બુક કરનાર ગુનેગારની ધરપકડ કરી છે. આરોપી વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેની ઉંમર 20 વર્ષ આસપાસની છે.

ગેંગસ્ટરના નામે ઓલા કેબનું બુકિંગ

વાસ્તવમાં આરોપી યુવકે એપ દ્વારા જાણિતા હિરો સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટથી બાંદ્રા પોલીસ સ્ટેશન જવા માટે લોરેન્સ બિશ્નોઈના નામથી ઓલા કેબ બુક કરાવી હતી. જ્યારે ઓલા ડ્રાઈવર કાર લઈને સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો અને ત્યાંના ચોકીદારને બુકિંગ વિશે પૂછ્યું તો ચોકીદાર ચોંકી ગયો અને તેણે તરત જ બાંદ્રા પોલીસ ને જાણ કરી હતી. પોલીસની ટીમ તરત જ ગેલેક્સી પહોંચી અને મુંબઈની બાંદ્રા પોલીસે ઓલા કેબના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. ત્યારબાદ જ્યારે તેની પાસેથી ઓનલાઈન બુકિંગ કરનાર વ્યક્તિ વિશે માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે ઓલા કેબ બુક કરાવનાર વ્યક્તિ મુંબઈનો નહીં, પરંતુ યુપીના ગાઝિયાબાદ જિલ્લાનો છે. જેની ઓળખ 20 વર્ષીય રોહિત ત્યાગી તરીકે થઈ હતી. તે 20 વર્ષનો છે અને અભ્યાસ કરી રહ્યો છે.

ગાઝિયાબાદમાંથી આરોપીની ધરપકડ

પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તેની વધુ પુછપરછ શરૂ કરી હતી. ત્યારે તેણે જણાવ્યુ હતુ કે આ કૃત્ય તેણે મજા લેવા માટે કર્યુ હતું. પરંતુ આ મજાક તેના માટે ભારે સાબિત થઈ અને હવે પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બાંદ્રા પોલીસે આરોપી રોહિત ત્યાગી વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ગાઝિયાબાદથી ધરપકડ કરી અને પછી તેને મુંબઈ લઈ આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર બાંદ્રા પોલીસને સોંપ્યો હતો.

સલમાન ખાનના ઘર પર શું થયુ જાણો ઘટના

14 એપ્રિલ રવિવારના રોજ સવારે લગભગ 4.52 વાગ્યે સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બાઇક સવાર બે શૂટરોએ ચાલતી બાઇક પરથી ફાયરિંગ કર્યું હતું. આરોપીઓએ સતત પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ત્રણ ગોળીઓ છૂટી ગઈ હતી. પરંતુ એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે એક ગોળી ત્યાં લગાવેલી બારીનો પડદો વીંધીને સલમાનના ઘરની અંદરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર વાગી હતી. સદનસીબે સવાર થઈ ગઈ હતી અને આખો ખાન પરિવાર સૂઈ રહ્યો હતો. નહિતર જો કોઈ બાલ્કનીમાં હોત, તો કલ્પના કરો કે શું થયું હોત? આ પહેલીવાર હતું જ્યારે બુલેટ ગેલેક્સીની અંદર પહોંચી હતી. ગેલેક્સી અને તેની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. સવારનો સમય હોવાથી, રસ્તાઓ પર બહુ ટ્રાફિક ન હતો, તેથી જુદા જુદા કેમેરા દ્વારા હુમલાખોરોની બાઇકને ટ્રેસ કરવી એટલી મુશ્કેલ ન હતી અને આખરે કેમેરાની મદદથી, પોલીસને સફળતા મળી  હતી. અને હુમલાખોરો અંગે તાર મળ્યા હતા. પોલીસે આ મામલામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

હુમલો કરી ટ્રેનમાં રવાના થયા આરોપી

ગેલેક્સી પર ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો માઉન્ટ મેરી રોડ પર પહોંચ્યા હતા. મારી બાઇક ત્યાં પાર્ક કરી. ત્યાંથી મહેબૂબ સ્ટુડિયો રોડ પર પહોંચ્યા અહીથી  રીક્ષા દ્વારા બાંન્દ્રા સ્ટેશન પહોંચ્યા હતા. બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી હતી. સાંજે 5.13 કલાકે બંને સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યા હતા. વાકોલા તરફ સાંતાક્રુઝ સ્ટેશનથી બહાર નીકળ્યું. તેણે ફરી એક ઓટો બહારથી પકડી અને પછી ત્યાંથી ગાયબ થઈ ગયો. બંને વાકોલા સુધી સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. પરંતુ વાકોલા પછી તે જોવા મળ્યો ન હતો. 

બંનેને અપાયા હતા એક લાખ રૂપિયા

બંનેને સલમાન ખાનને ડરાવવા માટે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ લાખ રૂપિયા કામ પૂરું થયા બાદ આપવાના હતા. ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈના ભાઈ અણમોલ બિશ્વોઈએ બન્નેને સલમાનના ઘર બહાર ફાયરિંગનું કામ સોંપ્યું હતું. બન્નેએ એવું કહ્યું કે અનમોલે કહ્યું હતું કે, સલમાન ખાનના ઘરે બંને બુલેટ ચલાવવામાં સફળ થશે તો તેઓ માત્ર ફેમસ જ નહીં થાય, પરંતુ યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે. બંને આરોપીઓએ ફાયરિંગ કરતા પહેલા ત્રણથી ચાર વખત ઘટનાની રેકી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બંને બાંદ્રાના તાજ લેન્ડ એન્ડ પાસે પણ જોવા મળ્યા હતા. બંનેને સલમાન ખાનના ઘરે ગોળીઓના ઓછામાં ઓછા બે મેગેઝિન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. એક મેગેઝિનમાં પાંચ ગોળીઓ હોય છે. 

બંને શૂટર ભુજમાંથી ઝડપાયા

મુંબઇ પોલીસ સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગને લઇ એલર્ટ બની છે. મુંબઈ પોલીસ પણ આ બાબતને હળવાશથી લઈ રહી નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ બિહારના પશ્ચિમ ચંપારણના રહેવાસી હોવાનું કહેવાય છે. બંને આરોપીઓના નામ સાગર પાલ અને વિકી સાહેબ ગુપ્તા છે. પ્રારંભિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે સાગર પાલે જ સલમાનના ઘરે ગોળીબાર કર્યો હતો.

એક મહિનાથી રેકી કરતો હતો

મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે સલમાનના ઘરે આગ લગાવવાનું કાવતરું પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને હુમલાખોરો એક મહિનાથી પનવેલમાં રહેતા હતા. રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ હરિગ્રામ વિસ્તારમાં આવેલો ફ્લેટ આરોપીઓએ ભાડે લીધો હતો. ષડયંત્રને અંજામ આપવા માટે હુમલાખોરોએ ચાર વખત સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ફાયરિંગ પહેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની સંપૂર્ણ તપાસ કરી હતી.

લોરેન્સ બિશ્નોઈ સલમાનને કેમ આપી રહ્યો છે વારંવાર ધમકી 

સલમાન ખાન 1998ના કાળા હરણના શિકાર કેસમાં ફસાયેલો છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ કાળા હરણને પુત્ર સમાન ગણે છે અને સલમાને વર્ષો કરેલી કરેલી હત્યાથી સમાજ આક્રોશિત છે. ગેંગસ્ટર લોરેન્સ પણ બિશ્નોઈ સમાજનો છે. હવે લોરેન્સ બિશ્નોઇ અભિનેતા પાસેથી આ પીડિતાનો બદલો લેવા માંગે છે. 

આ પણ વાંચોઃ વો હી સ્ટાઇલ, વો હી અંદાજ... ઘર પર ફાયરિંગના 5 દિવસ બાદ ટાઇટ સિક્યોરિટી વચ્ચે સલમાનની એરપોર્ટ પર રિએન્ટ્રી

બિશ્નોઈએ અગાઉ પણ આપી હતી સલમાનને ધમકી

સલમાન ખાન 2018થી લોરેન્સના નિશાન પર છે. 2022માં સલમાન ખાનને એક પત્રમાં ધમકી આપવામાં આવી હતી. આ પત્ર સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી હશે. વર્ષ 2018માં પહેલીવાર લૉરેંસ બિશ્નોઈએ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી સલમાન ખાન આ ગેંગના નિશાના પર છે. બિશ્નોઇએ પોતે ખુલાસો કર્યો છે કે 2018માં તેણે સલમાનની હત્યાનું સંપૂર્ણ ષડયંત્ર રચ્યું હતું. ત્યારે હવે 2024માં એપ્રીલ મહિનામાં સલમાનને ફરી ધમકી આપી અને ઘર પાસે ગોળીબાર કરાવવામાં પણ ગેંગસ્ટર લોરેન્સનું નામ ખુલ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ