બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / rakshabandhan2023 : Today binds the love of brothers and sisters with an unbreakable thread of silk

ધર્મ / દ્રૌપદીએ શ્રીકૃષ્ણને પટ્ટી બાંધી અને કૌરવોની સભામાં તેમણે રક્ષણ કર્યું: જાણો કઈ રીતે શરૂ થયો રક્ષાબંધનનો તહેવાર

Dinesh

Last Updated: 06:47 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધન એ તો ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે, આજનો દિવસ ભાઈ-બહેનના પ્રેમને એક રેશમના અતુટ ધાગાથી બાંધે છે

  • આજે ભાઈ-બહેનના પ્રેમનું તહેવાર રક્ષાબંધન
  • ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન
  • રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે

આજે રક્ષાબંધન છે. ભાઈ બહેનનો દિવસ. આખું વર્ષ મીઠી લડાઈ-ઝઘડો કર્યા બાદ એક દિવસ એવો આવે છે જે ભાઈ-બહેનના પ્રેમનો દિવસ છે. રક્ષાબંધન એટલે ન માત્ર રેશમની રાખડી બાંધીને ભાઈ પાસેથી ભેટ લેવાનો તહેવાર. રક્ષાબંધન એ તો ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આજનો દિવસ ભાઈ-બહેનના પ્રેમને એક રેશમના અતુટ ધાગાથી બાંધે છે.

પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન
ભાઈ-બેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન...ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન... બેનનો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે રક્ષાબંધન... શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. ભાઈ-બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે. એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનની શરૂઆત ?
રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. શિશુપાલને તેની ભૂલોની સજા આપવા માટે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ક્રોધમાં સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેક્યું ત્યારે તેમની આંગળી પર પણ વાગી ગયું હતુ. ત્યારે દ્રોપદીએ આજુબાજુ કશું જોયા વિના પોતાની સાડી માંથી ભગવાન શ્રીકૃષ્ણને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્રોપદીને કહ્યું કે, ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદીને વચન આપ્યું. જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રોપદીના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રોપદીની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી. ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

બ્રાહ્મણો જનોઇ બદલે છે
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ