બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Raksha Bandhan 2023: hindu Panchang allows to tie a rakhi in shubh muhurat either it is day or night

Raksha Bandhan 2023 / રાત્રે વીરાને રાખડી બાંધવી જોઈએ? કેટલી ગાંઠો લગાવવી અતિ શુભ? રક્ષાબંધન પહેલા આ નિયમો વાંચી લેજો

Vaidehi

Last Updated: 04:34 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rakshabandhan 2023: હિંદૂ ધર્મમાં તમામ તહેવારો શુભ મુહૂર્તમાં મનાવવામાં આવે છે ત્યારે જાણો કે શું રાત્રીનાં સમયે રાખડી બાંધવી શુભકારી છે કે નહીં? સાથે જ રક્ષાબંધનને લગતાં કેટલાક નિયમો પણ જાણી લો.

  • રક્ષાબંધનમાં રાખડી બાંધવાનાં પણ હોય છે ખાસ નિયમો
  • હિંદૂ પંચાગમાં શુભ મુહૂર્તને લઈને કરવામાં આવી છે સ્પષ્ટતા
  • આ વખતે રાખડી બાંધવાનો શુભ યોગ રાત્રીનાં સમયે બની રહ્યો છે

પ્રત્યેક તહેવાર પોતાનામાં એક વિશેષ મહત્વ ધરાવે છે. દરવર્ષે આ તમામ તહેવારો તિથિ અનુસાર મનાવવામાં આવે છે. શુભ મુહૂર્તમાં તહેવાર ઊજવવાથી તેના સકારાત્મક પરિણામ મળતા હોય છે. આ વખતે ઑગસ્ટ મહિનાનાં અંતમાં રક્ષાબંધન આવી રહી છે. હિંદૂ પંચાગ અનુસાર આ દિવસે ભદ્રાનો યોગ પણ બની રહ્યો છે જેના લીધે 2 દિવસ રક્ષાબંધન ઊજવાશે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે શું રાત્રીનાં સમયે ભાઈને રાખડી બાંધવું શુભકારી છે ખરું?

રાત્રીના સમયે રાખડી બાંધવી જોઈએ?
જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર હિંદૂ પંચાગમાં જે પણ શુભ મુહૂર્ત આપવામાં આવે તેને જ સર્વોત્તમ માનીને રાખડી બાંધવી જોઈએ. પછી તે દિવસનો સમય હોય કે રાત્રીનો. શુભ મુહૂર્તમાં રાખડી બાંધવુ લાભકારી હોય છે. પરંતુ ભદ્રકાળમાં રાખડી બાંધવું વર્જિત હોય છે. આ વખતે રાખડી બાંધવાનો શુભ યોગ રાત્રીનો છે તેથી સ્પષ્ટ થાય છે કે રાખડી રાત્રે પણ બાંધી શકાશે.

રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
હિંદૂ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 30-31 ઑગસ્ટ એટલે કે 2 દિવસ ઊજવવામાં આવશે. રાખડી બાંધવાનો શુભ સમય 30 ઑગસ્ટનાં રાત્રે 9.02 વાગ્યાથી 31 ઑગસ્ટ સવારે 7.05 વાગ્યા સુધીનો રહેશે.

રાખડી બાંધવાનાં ખાસ નિયમો

  • ધાર્મિક માન્યતાઓ અનુસાર રક્ષાબંધનવાળા દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાનાદિક ક્રિયાઓ કરીને શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર પહેરીને તૈયાર થવું.
  • ભાઈએ પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ કરીને બેસી જવું.
  • ભાઈએ ખાલી કે ખુલ્લા હાથે રાખડી ન બંધાવવી. હાથમાં દક્ષિણા કે ચોખ્ખાં મુઠ્ઠીમાં બાંધી લેવાં અને પછી જ બહેન પાસે રાખડી બંધાવવી.
  • બહેન અને ભાઈ બંનેએ પોતાનું માથું ઢાંકવું.
  • બહેને ભાઈનાં માથાં પર કુમકુમનું તિલક અને અક્ષત લગાડવું.
  • ભાઈનાં હાથમાં નારિયેળ આપીને રાખડી બાંધવી. રાખડીમાં ત્રણ ગાંઠ લગાડવું અતિ શુભ માનવામાં આવે છે. આ બાદ મીઠું મોઢું કરાવી આરતી ઊતારવી.
  • ભાઈએ પોતાની બહેનનાં ચરણ સ્પર્શ કરવા અને તેની રક્ષાનું વચન આપતાં તેને ભેટ આપવી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ