બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટ / Mahamanthan / ગેમ ઝોનમાં જતા પહેલા ચેતજો! રાજકોટ અગ્નિકાંડમાં 27 જિંદગી હોમાઈ, કેમ વધ્યું ગેમ ઝોનનું ચલણ ?

મહામંથન / ગેમ ઝોનમાં જતા પહેલા ચેતજો! રાજકોટ અગ્નિકાંડમાં 27 જિંદગી હોમાઈ, કેમ વધ્યું ગેમ ઝોનનું ચલણ ?

Last Updated: 11:36 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજકોટનાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. TRP ગેમ ઝોનમાં આગથી 24 લોકોના મૃત્યુ થયા છે.

રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપી હતી.જણાવીએ કે, ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 24 થયો છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર મોટી આગ લાગી હતી. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.જકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું.

ગુજરાતના અગ્નિકાંડ

14 માર્ચ 2017

મહુવા, સુરત મુદત ગામમાં રાંધણ ગેસ સિલિન્ડરમાં આગ

4ના મોત

22 જાન્યુઆરી 2018

વડોદરા

નંદેસરી GIDC, ખાતર ફેક્ટરીમાં આગ

4 મોત

12 ફેબ્રુઆરી 2018

નવસારીના વિજલપોર પાસે મકાનમાં આગ

2ના મોત

24 નવેમ્બર 2018

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં મકાનમાં આગની ઘટના

2ના મોત

29 નવેમ્બર 2018

વડોદરાની કોયલી ફેક્ટરીમાં આગની ઘટના

3ના મોત

31 ડિસેમ્બર 2018

વડોદરાની મંગલ બજાર માર્કેટમાં આગની ઘટના

2ના મોત

15 ફેબ્રુઆરી 2019

અંકલેશ્વરની GIDC

ફાર્મા યુનિટમાં વિસ્ફોટમાાં

3ના મોત

14 માર્ચ 2019

અમદાવાદ પાસે ONGCના પ્લાન્ટમાં આગમાં 2ના મોત

27 માર્ચ 2019

દહેજમાં મેઘમણી પ્લાન્ટમાં આગની ઘટનામાં 2ના મોત

24 મે 2019

સુરતમાં તક્ષશીલા આર્ટ કોચિંગ સેન્ટરમાં આગની ભયાનક ઘટના

22ના મોત

12 જૂન 2019

નખત્રાણામાં કચ્છવાહનની LPG કિટમાં આગ લાગતા 3ના મોત

10 ડિસેમ્બર 2019

વડોદરા વાઘોડિયા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગથી 8ના મોત

6 ઓગસ્ટ 2020

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીના મોત

27 નવેમ્બર 2020

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગથી 5 દર્દીના મોત

ફાયર સેફ્ટીના નિયમો અને કાયદો શું?

આગનું જોખમ નિવારવા તેમજ રક્ષણ માટે કાયદો છે. ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ-2013નો કાયદો બનાવેલો છે. ઇમારત,જાહેર મનોરંજનની જગ્યા,વેરહાઉસના બિલ્ડિંગમાં સાવચેતી જરૂરી છે. બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર અને બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા 2005 પ્રમાણે પ્રિવેન્શન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ લગાવવી ફરજિયાત છે. દરેક બિલ્ડિંગ-હોસ્પિટલ માટે નેશનલ બિલ્ડીઁગ કોડ લાગુ કરવામાં આવે તેમજ 2005ના પ્રમાણે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ લગાવવી ફરજિયાત છે.

શું કહે છે નિયમો?

  • બિલ્ડિંગના ધાબા પર બાંધકામ થયેલું ન હોવું જોઇએ
  • ધાબુ એક દમ ખુલ્લુ હોવું જોઇએ જેથી આગ લાગે તો દર્દીને ઉપર ખસેડી શકાય
  • ધાબા પરથી જવાના રસ્તાને તાળા ન મારેલા હોવા જોઇએ
  • કોઇ પણ દરવાજો લોક-કી વાળો ન હોવો જોઇએ
  • પાર્કિંગના સ્થળે OPD,કાફેટેરિયા,રેસ્ટોરન્ટ,કેન્ટીન,ડિસ્પેન્સરી,સ્ટોરેજ ન હોવું જોઇએ
  • પાર્કિગનો ઉપયગો માત્ર વાહન પાર્કિંગ માટે જ થવો જોઇએ
  • પાર્કિંગનો ઉપયોગ માત્ર વાહન પાર્કિંગ માટે જ થવો જોઇએ
  • દરેક દાદરા અને મુખ્ય પેસેજ ખુલ્લા હોવા જોઇએ
  • કોમન પેસેજના વેન્ટીલેશન ખુલ્લા હોવા જોઇએ
  • આગ લાગે તો ધુમાડો આસાનીથી બહાર જઇ શકે
  • હોસ્પિટલના પેસેજમાં બે રૂમ સામ-સામે હોય તો સ્ટ્રેચર જઇ શકે તેવી જગ્યા હોવી જોઇએ
  • મુખ્ય પેસેજમાં વસ્તુની આડશ ન મુકવી જોઇએ
  • નર્સિંગ હોમમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ફરજીયાત હોવી જોઇએ
  • ફાયર સેફ્ટી ચાલુ હાલતમાં રહે તેનું નિયમિત મેઇન્ટેન્સ કરાવવું જોઇએ
  • હોસ્પિટલના દરેક સ્ટાફને આગ લાગે તો શું કરવું તેની તાલીમ જરૂરૂી
  • ખુલ્લા વીજવાયરો ન હોવા જોઇએ,જ્વલનશીલ પદાર્થ કે કેમિકલ ન હોવું જોઇએ
  • આગ લાગે તો ગુંગળામળ ન થાય તેની ખાસ તકેદારી રાખવી
  • ફાયર વિભાગ પાસે ફાયર સેફ્ટીની ચકાસણી ફરજીયાત છે
  • ટોટલ સ્કવેર મીટર એરિયા પ્રમાણે જરૂરી સંખ્યામાં ફાયર સેફ્ટી સિસ્ટમ કિટ કરાવવી જરૂરી
  • ફાયરના તમામ વાહનો અંદર પ્રવેશી શકે તેટલા રસ્તા રાખવા ફરજિયાત આગ લાગે ત્યારે વીજ પ્રવાહ બંધ કરી દેવાય

24 લોકોના મૃત્યુ થયા

રાજકોટનાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. TRP ગેમ ઝોનમાં આગથી 24 લોકોના મૃત્યુ થયા છે. ગેમ ઝોનમાં મૃત્યુઆંક વધે તેવી શકયતાઓ છે. નાના મૌવા વિસ્તારમાં ગેમ ઝોન આવેલો છે. વેકેશનના સમયને કારણે ગેમ ઝોનમાં બાળકો પહોંચી ગયા હતા. ઘટના સમયે કર્મચારી સહિત બાળકો ગેમઝોનમાં હતા. ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો? આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નહીં થયું. ગેમ ઝોન માટે જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ છે. યુવરાજસિંહ નામના વ્યક્તિને જગ્યા ભાડે આપી હતી.

VTVના સવાલ

  • રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?
  • શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો નથી?
  • ફાયર સેફ્ટીના સાધનો છે તો આગ કેવી રીતે લાગી?
  • ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?
  • સુરત તક્ષશિલાની ઘટના બાદ પણ કેમ ન જાગી મહાનગરપાલિકા?
  • ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ થશે કાર્યવાહી?
  • થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કેમ?
  • ઘટના માટે જવાબદાર લોકોની થશે ધરપકડ?

ગેમ ઝોનમાં જતા પહેલા ચેતજો!

  • ગેમ ઝોનમાં સુરક્ષાની બરોબર ખાતરી કરો
  • ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરો
  • ગેમ ઝોનમાં માસૂમોને લઇ જતા પહેલા ચકાસી લો
  • રાઇડ્સથી લઇને પંડાલનું નિરીક્ષણ કરો
  • સાધનોની જાળવણી બરોબર ન હોય તો ત્યાંથી દૂર રહો
  • બાળકો માટે સુરક્ષાના સાધનો છે કે નહીં તેની ખાતરી કરો

વાંચવા જેવું: રાજકોટ આગની દુર્ઘટનામાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું SITનું ગઠન, મૃતકો/ઘાયલોને સહાયની જાહેરાત

ગેમ ઝોનનું ચલણ કેમ વધ્યું?

  • અમદાવાદ,રાજકોટ,સુરત અને વડોદરામાં ગેમઝોનનું પ્રમાાણ વધારે
  • અવનવી રાઇડ્સ અને ગેમનું આકર્ષણ
  • એક જ સ્થળે બાળકોને અનેક પ્રકારની ગેમ અને રાઇડ્સ મળે
  • શહેરોમાં મેદાનની ઘટને કારણે ગેમઝોનનો મોહ વધારે
  • બાળકોમાં શેરી રમત અને ઇન્ડોર રમતનું ચલણ ઘટ્યું
  • અવનવી ગેમ અને એના પોઇન્ટના આકર્ષણ
  • દરેક ઉંમરના બાળકો માટે ગેમની હોય છે વ્યવસ્થા
  • તાલીમ આપેલા કર્મચારીઓ પર ચાલે છે ગેમ ઝોનનો ધંધો
  • કમાણી વધુ થતી હોવાથી ગેમ ઝોનનો ધંધો વધુ ફૂલ્યો ફાલ્યો

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Fire Tragedy Rajkot Gamezone Fire Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ