બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ આગની દુર્ઘટનામાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યું SITનું ગઠન, મૃતકો/ઘાયલોને સહાયની જાહેરાત
Last Updated: 12:22 AM, 26 May 2024
રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
ADVERTISEMENT
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય…
પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વધુમાં લખ્યું છે કે, રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીથી મોતનો આંકડો ચિંતાજનક, આ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને શોધજો
ક્યારે અટકશે અગ્નિકાંડ ?
રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ મોતની ચિચિયારીઓ ભરી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતાં. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ. જેમાં 24થી વધુ જિંદગીઓ હોમાઈ ગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT