બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:31 AM, 5 March 2024
રાજસ્થાનનું નામ સાંભળતા જ મોટા ભાગે લોકોના મનમાં સૌથી પહેલા રણની છબી સર્જાય છે. આપણા સૌનું માનવું છે કે રાજસ્થાનમાં ખેડૂતો માત્ર મકાઈ, બાજરી અને સરસિયા જેવા પાકની જ ખેતી કરે છે. પરંતુ સાવ એવું નથી, અહીં પણ ખેડૂતો આધુનિક થઈ ચૂક્યા છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ખેતી કરે છે. રાજસ્થાનના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારો એવો નફો કમાઈ રહ્યા છે. આજે આપણે એવા જ એક ખેડૂતની વાત કરીશું, જેમણે ખેતીમાં આધુનિક રીત અપનાવીને વિદેશી ઘઉંની ખેતી કરી છે અને ધાનના ઢગલા કર્યા છે. તેમની ખેતી એટલી સફળ થઈ છે કે આખા વિસ્તારમાં તેમના નામની જ ચર્ચા ચાલી રહી છે, એટલે સુધી કે આસપાસના ગામના ખેડૂતો તેમની પાસેથી ખેતીનું શિક્ષણ લેવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ખેડૂત દિનેશચંદ તેનગુરિયાની. દિનશચંદ પોતાના ગામ પીપળામાં ઈઝરાયલી ઘઉંની ખેતી કરી રહ્યા છે. આ ખેતીમાં તેમને ઓછા ખર્ચે બમ્પર કમાણી થઈ રહી છે. પહેલા તો દિનેશચંદ પણ પોતાના ખેતરમાં પરંપરાગત રીતે સરસિયા અને અન્ય પાકની જ ખેતી કરતા હતા, પરંતુ તેમાં તેમને પૂરતો નફો નહોતો મળતો. કેટલીકવાર તો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ જતો હતો. પરંતુ ઈઝરાયેલી ઘઉંનો પાક લીધા બાદ તેમના નસીબ આડેનું પાંદડુ હટ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિનેશચંદ તેનગુરિયાના કેટલાક સંબંધીઓ ઈઝરાયલમાં રહે છે. જ્યારે દિનેશચંદની તેમની સાથે વાત થતી તો તેઓ ઈઝરાયેલમાં થતી ખેતીની પદ્ધતિના ખૂબ વખાણ કરતા હતા. ખાસ કરીને ઈઝરાયલના ઘઉંની ક્વોલિટી અને પાકની ક્વોન્ટિટીના પણ વખાણ કરતા હતા. એટલે દિનેશભાઈના મનમાં પણ ત્યાંના ઘઉંની ખેતી કરવાની ઈચ્છા થઈ. દિનેશચંદે પોતાના ઈઝરાયેલામાં રહેતા સગા પાસેથી ઈઝરાયેલી ઘઉંનું બિયારણ મંગાવ્યું અને ખેતી શરૂ કરી.
ADVERTISEMENT
જ્યારે દિનેશચંદે પહેલા જ વર્ષે ઈઝરાયેલી ઘઉં વાવ્યા તો તેમને બમ્પર પાક મળ્યો. તેમના કહેવા પ્રમાણે ઈઝરાયેલી ઘઉંનો દાણો ભારતીય ઘઉં કરતા ત્રણ ગણો મોટો હોય છે. એટલે ઘઉંનું ઉત્પાદન પણ સીધું 3 ગણું થઈ જાય છે. દિનેશચંદના ખેતરમાં લહેરાતા ઈઝરાયેલાી ઘઉં જોઈને તેમની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. એટલે સુધી કે ખેતી વિભાગના અધિકારીઓ પણ ખેતીને જોવા માટે તેમના ખેતરમાં આવી રહ્યા છે. દિનેશચંદના કહેવા પ્રમાણે તેમણે 700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 10 કિલો ઘઉંનું બિયારણ ઈઝરાયેલથી મંગાવ્યું હતું. જેમાં તેમને જબરજસ્ત ઉત્પાદન મળ્યું છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિનેશચંદે કહ્યું છે કે જ્યારે ઈઝરાયેલી ઘઉંને વાવી દો, ત્યાર બાદ 20 દિવસ જવા દઈને જ પહેલીવાર સિંચાઈ કરવાની હોય છે. આ ઘઉંની ખેતી કરવા માટે એક એકરમાં 5 કિલો બિયારણની જરૂર પડે છે. જ્યારે પ્રતિ એકર તમને 40 ક્વિન્ટલ ઘઉંનો પાક મળી શકે છે. આ ઘઉંનો દાણો મોટો અને વજનદાર હોય છે. સ્વાદની વાત કરીએ તો પણ આ ઘઉં ખૂબ સારા છે. ખાસ વાત એ છે કે દિનેશચંદે આ ખેતી માટે માત્ર જૈવિક ખાતરનો જ ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.