બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મેઘ સવારી, કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વરસાદી માહોલ / અમદાવાદમાં મેઘ સવારી, કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Last Updated: 09:21 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહીનાં પગલે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ પડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી.

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા 15 મી ઓગસ્ટના રોજ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. જ્યાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થયા વરસાદી માહોલ છવાયો છે. આજે સાતમના દિવસે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, બનાસકાંઠા, અંબાજી સહિત અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો હતો.

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

મોડી સાંજના સુમારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદના પાલડી, મણિનગર, દાણીલીમડા, પ્રહલાદનગર, એસજી હાઈવે તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. હવામાન વિભાગ દ્વારા શ્રાવણ મહિનાનાં અંતમાં વરસાદમા પડવાની આગાહી કરવામાં આવી હતી. 17 મી થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાકને જીવનદાન મળ્યું

અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદને પગલે ગોવિંદપુર અને સુખપુર ગામની શેરીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ વરસાદી માહોલ છવાતા ખેતરમાં ઊભેલ મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું હતું. તેમજ ખાંભા ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.

વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

આજે બપોરે વાતાવરણમાં પલટો આવતા યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ મેઘમહેર થતા અંબાજીમાં રોડ-રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. તેમજ દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આગામી સાત દિવસ વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે. તેમજ ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બરોડા ડેરીની ચૂંટણી પહેલા ચેલેન્જ પોલિટિક્સ, પ્રમુખ દિનુ પટેલના વિરોધીઓ પર પ્રહાર

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

શુક્રવારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, તેમજ મહીસાગર, આણંદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાગ, તાપી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Gujarat Rain Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ