બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / બરોડા ડેરીની ચૂંટણી પહેલા ચેલેન્જ પોલિટિક્સ, પ્રમુખ દિનુ પટેલના વિરોધીઓ પર પ્રહાર

વિવાદ / બરોડા ડેરીની ચૂંટણી પહેલા ચેલેન્જ પોલિટિક્સ, પ્રમુખ દિનુ પટેલના વિરોધીઓ પર પ્રહાર

Last Updated: 08:17 PM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની બરોડા ડેરી મુદ્દે ચેલેન્જ પોલિટિક્સ વધુ ગરમાયું છે. કેતન ઈનામદારે પણ દિનુ મામાની ચેલેન્જ સ્વીકારી છે.

બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું અને ચેલેન્જ પોલિટિક્સ શરૂ થયું છે. ડેરીના પ્રમુખ દિનુ પટેલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા અને ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને અને ધારાસભ્ય કેતન ઈનામદારને ચેલેન્જ આપી. અગાઉ વિરોધીઓએ કરેલા આક્ષેપને લઈ દિનુ કહ્યું કે,આક્ષેપ સાબિત કરવાનું કહ્યું હતું. બીજી તરફ અજિતસિંહ ઠાકોર અને કેતન ઈનામદારે ચેલેન્જનો સ્વીકાર કરતા રાજકારણ ગરમાયું છે.

હું જાહેર મંચ પર બેસી તમામ સાબિતી આપવા તૈયાર છુંઃ ઈનામદાર

બરોડા ડેરીમાં ચેલેન્જ મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદારે પણ દિનુ મામાની ચેલેન્જ સ્વીકારી છે. 4 તારીખે સાધારસણ સભા પહેલા હાજર રહેવા તૈયારી બતાવી છે. એમના સમયે એમના દિવસે હું બધું કામ છોડી હાજર રહીશ. કોઈ રાજકીય મુદ્દો ન બનાવી પશુપાલકોના હિતનું ધ્યાન રાખવું જોઈએ. કેતાન ઈનામદારે કહ્યું કે, હું જાહેર મંચ પર બેસી તામામ સાબિતી આપવા તૈયાર છું. દિનુમામાએ અજિતસિંહ રાઠોડને આક્ષેપો સાબિત કરવા ચેલેન્જ આપી હતી. અજિતસિંહ બાદ કેતન ઈનામદારે દિનુમામાની ચેલેન્જ સ્વીકારતા રાજકારણ રસપ્રદ બન્યું છે.

બહારની ડેરીઓ અહીં વેપાર કરે છે કોઈ રોકવા વાળું નથીઃ અજિતસિંહ

અજિતસિંહે કહ્યું કે, એમના સમયમાં મંડળીઓ બંધ થઈ, દૂધ પણ ઓછું થયું. બહારની ડેરીઓ અહીં વેપાર કરે છે કોઈ રોકવા વાળું નથી. ઈનામદારે પણ 4 તારીખે સાધારણ સભા પહેલા હાજર રહેવા તૈયારી બતાવી અને કહ્યું કે, એમના સમયે એમના દિવસે હું બધું કામ છોડી હાજર રહીશ.

આ પણ વાંચોઃ તાપીના 28 વિદ્યાર્થીઓ પહેલી વખત પ્લેનમાં બેઠા, ISRO શ્રીહરિકોટામાં વિતાવશે ત્રણ દિવસ

આક્ષેપ સાબિત કરી બતાવો: દિનુ પટેલ

બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે. ડેરીના પ્રમુખ દિનુ પટેલે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે.વિરોધીઓએ કરેલા આક્ષેપને લઈ દિનુ મામાએ ચેલેન્જ આપી છે કે આક્ષેપ સાબિત કરી બતાવો.ધારાસભ્ય કેતન ઈનામદારે પણ દિનુમામાએ આપેલી ચેલેન્જ સ્વિકારતા મામલો રસપ્રદ બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Baroda Dairy Vadodra News Baroda Dairy Dispute
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ