બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Rainfall Alert Thousands of tourists stranded in Himachal-Uttarakhand, more than 300 roads closed, landslides everywhere

આકાશી આફત / 300થી વધુ રસ્તાઓ બ્લૉક, લેન્ડસ્લાઇડ, ઓરેન્જ એલર્ટ: હિમાચલમાં કુદરતે વર્તાવ્યો કહેર

Megha

Last Updated: 01:26 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 301 રસ્તાઓ તો ઉત્તરાખંડમાં 43 રસ્તાઓ બંધ થયા, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ ધામીએ શ્રદ્ધાળુઓને યાત્રા અટકાવવા અપીલ કરી

  • પૂર અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો
  • હિમાચલ-ઉત્તરાખંડમાં 300થી વધુ રસ્તાઓ બ્લોક
  • ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું
  • ગંગા સહિત ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે

હાલ દેશમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એ વાત તો નોંધનીય છે કે પહાડો પર વરસાદ તેની સાથે આફત લઈને આવે છે. આ સાથે જ હાલ હિમાચલ પ્રદેશમાં સોમવારે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે સેંકડો મુસાફરો મંડીમાં જ ફસાઈ ગયા છે. લેન્ડસ્લાઇડ અને અચાનક પૂરના કારણે 70 કિલોમીટર લાંબો મંડી-પંડોહ-કુલુ રોડ સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. આ સાથે જ ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે તો ગંગા સહિત ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે.

હિમાચલ-ઉત્તરાખંડમાં 300થી વધુ રસ્તાઓ બ્લોક
રિપોર્ટ અનુસાર હાલ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે લગભગ 301 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઉત્તરાખંડમાં લગભગ 43 રસ્તાઓ બંધ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ ધામીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે જો હવામાન ખરાબ હોય તો તેઓ તેમની યાત્રા અટકાવી દે અને હવામાન વિભાગની આગાહીનું પાલન કરે. 

મુસાફરો રવિવાર સાંજથી ફસાયા 
હાલ પરિસ્થિતિ એવી છે કે હિમાચલમાં 140 પાવર ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણ  મંડી શહેરથી લગભગ 40 કિમી દૂર ઓટ નજીક પંડોહ-કુલુ રોડ પર ખોટીનાલ્લામાં અચાનક પૂર આવ્યું હતું અને રવિવાર સાંજથી મુસાફરો ત્યાં અટવાયા હતા. મંડી પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા કટોલા વાયા મંડી-કુલુ રોડ લગભગ 20 કલાક પછી ખોલવામાં આવ્યો હતો અને હવે તેમાંથી નાના વાહનોને મોકલવામાં આવી રહ્યા છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, રસ્તાને અવરોધતા ભારે પથ્થરોને હટાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી મુસાફરોને મંડી ન જવાની સલાહ આપવામાં આવી છે. ઘણા મુસાફરોરવિવાર સાંજથી મંડીમાં અટવાયેલા છે. આ સાથે જ અહીં હોટલ અને રહેવાની જગ્યાઓની સંખ્યા પણ મર્યાદિત છે જેને કારણે લોકોણએ ઘણાઈ હાલાકી ભોગવવી પડે છે. 

30 જૂન સુધીમાં તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવશે
જાહેર બાંધકામ વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે ભારે વરસાદને કારણે 301 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેમાંથી 180 રસ્તા સોમવાર સાંજ સુધીમાં ખોલવાના હતા. તે જ સમયે 15 રસ્તાઓ આજે (મંગળવારે) ખોલવામાં આવશે અને બાકીના રસ્તાઓ 30 જૂન સુધીમાં ખોલવામાં આવશે. રસ્તા સાફ કરવા માટે 390 જેસીબી, ડોઝર્સ અને ટીપર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિભાગ આજે એક નંબર જારી કરશે જેના પર લોકો રસ્તા સંબંધિત સમસ્યાઓની જાણ કરી શકશે. 

પ્રવાસીઓ માટે જાહેર કરાયેલ એડવાઈઝરી
રાજ્યમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક અને ટુરિઝમ પોલીસે સોમવારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ અને નાળાઓ નજીકના સ્થળોની મુલાકાત ન લેવા જણાવ્યું હતું. આ સાથે એડવાઈઝરીમાં લોકોને રાફ્ટિંગ સહિત અન્ય વોટર સ્પોર્ટ્સમાં સામેલ થવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. 

હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, હવામાન વિભાગે 28 અને 29 જૂન માટે ગાજવીજ સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે વાદળ ફાટવાથી સોલન અને હમીરપુર જિલ્લામાં અચાનક પૂર આવ્યું અને ભારે વરસાદને કારણે શિમલા, મંડી અને કુલ્લુમાં બે લોકોના મોત થયા. આ સાથે 11 મકાનો અને અનેક વાહનો તેમજ ચાર ગૌશાળાઓને પણ વરસાદથી નુકસાન થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ