બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં આગામી દિવસોમાં તપામાનમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જ્યારે 28, 29 એપ્રિલ વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે.
ADVERTISEMENT
હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે 26 થી 28 એપ્રિલ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, જયારે 28-29 એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે. સાથે જ એમ પણ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. જયારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી થશે. 10 થી 14 મે દરમિયાન આંધી-વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
.png)
ADVERTISEMENT
હાલ જયારે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે મે મહિનામાં રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે. અરબ સાગરમાં 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળશે, એવું પણ તેમણે જણાવ્યું.
વધુ વાંચો: ગુજરાતમાં ફરી ગરમીનો પારો જશે આસમાને, તાપમાન પહોંચી શકે છે 40 ડિગ્રીને પાર
ADVERTISEMENT
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.