બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / The mercury of heat will rise again in Gujarat the temperature may reach over 40 degrees

ગરમી વધશે! / ગુજરાતમાં ફરી ગરમીનો પારો જશે આસમાને, તાપમાન પહોંચી શકે છે 40 ડિગ્રીને પાર

Vishal Khamar

Last Updated: 11:05 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી લોકોને આકરી ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યનાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વીવી નગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે. 

ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો

ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી
 

આટલું  કરશો

બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું,  ઉઘાડા પગે બહાર ન જવું
બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા

થોડી વધુ સાવચેતી

શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો
ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરૂ નાંખેલું કચુંબર "લૂ" સામે રક્ષણ આપે છે.
સૂક, પાંદડા, ખેતીનો કે અન્ય કરચો બાળશો નહીં.
ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુક્ર, બળતણ અને ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો
વધુ વાંચોઃ ઉમેદવારી નોંધાવતા પહેલા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની આજે બેઠક, CR પાટીલ સહિત દિગ્ગજો ભરશે ફોર્મ

વધુ વાંચોઃ ગેસ ગળતરના લીધે બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત, કૂવામાં કામ કરતા ગૂંગળામણથી બની દુર્ઘટના

ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી

વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો
પાકનાં વિકાસનાં મહત્વનાં સ્તરે સિંચાઈની માત્રા વધારો
નિંદામણ કરીને જમીનનાં ભેજનું પ્રમાણ જાળવો
પશુઓને છાંડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠુંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો
પશુઓને સવારનાં 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
પશુઓને આહારમાં લીલી ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
પશુઓનાં આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ