બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Rain system active in Gujarat, Ambalal said torrential rain from this date, major update on Salangpur dispute

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય, અંબાલાલે કહ્યું આ તારીખથી ધમધોકાર વરસાદ, સાળંગપુર વિવાદમાં મોટા અપડેટ

Dinesh

Last Updated: 07:20 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે અને આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિવાય પૂર્વોત્તર ભારત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક દિવસ પછી એટલે કે 5 સપ્ટેમ્બરથી ભારે વરસાદ જોવા મળશે.પૂર્વ ભારતની વાત કરીએ તો ગંગાના પશ્ચિમ બંગાળમાં  4 સપ્ટેમ્બર, ઓડિશામાં 4 થી 7 સપ્ટેમ્બર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4 થી 5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, કેરળ, માહે, તેલંગાણામાં 4 થી 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

IMD Rain Alert: Heavy rain will start in these areas after two days, Meteorological Department has issued a warning

અંબાલાલ પટેલની આગાહી: દેશના રાજ્યોના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

Meteorologist Ambalal Patel's prediction regarding rain in Gujarat

Salangpur Temple Controversy:  સાળંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતા વિવાદ વકર્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સનાતન ધર્મના સાધુ-સંતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે આજે રાજ્યભરના સાધુ-સંતો એકઠા થયા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે ડૉ. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સાધુ-સંતોની બેઠકમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ત્યારે આ ઠરાવોને પસાર કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો છે.સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. સાધુ-સંતોએ સ્વામિનારાણ સંપ્રદાયના સંતોના કાર્યક્રમમાં ન જવાના શપથ લીધા છે. 

In the Salangpur controversy, the saints announced the boycott of the Swaminarayan religion

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંતોએ 3 કલાક બેઠક યોજી છે, જે બાદ મહત્વની અપડેટ સામે આવી છે. સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

સાળંગપુર વિવાદ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ નિવેદનમાં આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ.મહત્વનું છે કે આજે સાળંગપુર મંદિરમા હિંદુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 લોકો પહોંચ્યા હતા. જ્યા મંદિરમા બંધ બારણે સ્વામિનાાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રોનો 2 દિવસમાં નિકાલ કરવાનુ આશ્વાસન આપ્યુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાળંગપુર વિવાદ મામલે રાઘવજી પટેલે બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, સાળંગપુર મામલેસરકારના પ્રવક્તા મંત્રી જવાબ આપશે. સાળંગપુર મામલે કહ્યું સરકારના પ્રવક્તા મંત્રી આ મામલે જવાબ આપશે. 

Raghavji Patel avoids statement on Salangpur mural controversy, see what Parshottam Rupala said

સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ વિવિધ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે.  સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું છે.વડતાલના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ વિરોધ પર પ્રતિક્રિયા આપી છે. બ્રહ્મસ્વરૂપદાસ કહ્યું કે, હનુમાનજીનું પ્રકરણ ચાલે છે અને મને ચેરમેન સાહેબે ચૂપ કરી દીધો છે. પરમાનંદ સ્વામી માફક મારું તો લોહી ઉકળી જાય છે. વધુમાં બ્રહ્મસ્વરૂપદાસ કહ્યું કે, ગેબી કાનફટ્ટાના વંશજો સમાજમાં વધી રહ્યા છે. ઠાકોરજી પોતે નોકરનું રૂપ લઈને ભક્તની સેવા કરે છે.

જન્માષ્ટમી પર્વના આગમનને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા જગત મંદિરમાં કાન્હાના જન્મોત્સ્વની દર વર્ષની પરંપરા મુજબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે હોય છે અને આ ઉજવણીમાં સહભાગી થવા માટે દેશ વિદેશના ખૂણે ખૂણેથી ભક્તો ઉમટી પડતા હોય છે. આથી દ્વારકામાં જન્માષ્ટમીના પર્વ પર ખૂબ ભીડ જામતી હોય છે. યાત્રાધામ દ્વારકામાં રોજ હજારો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. ત્યારે આગામી જન્માષ્ટમીએ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે. જેને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા પોલીસે દર્શનાર્થીઓ માટે લોકઉપયોગી એક એપ લોન્ચ કરી છે. જેમાં મંદિરના દર્શન સમય પત્રકથી લઇ પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી લોકો મેળવી શકાશે. આ ભક્તો માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થશે.

Dwarka District Police launched a public app for the pilgrims Janmashtami 2023

બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનુ મામા ફરી ભાજપમાં ઘરવાપસી કરી લીધી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપનો ખેસ પહેરાવીને દિનુ મામાને ભાજપમાં ફરી ગૃહપ્રવેશ કરાવ્યો છે. અત્રે જણાવી દઈએ કે, ગત ચૂંટણીમાં પાદરા બેઠક પરથી બળવો કરી તેઓ અપક્ષ લડ્યા હતા. ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે વડોદરા મુલાકાતે હતાં, ત્યારે વડોદરામાં પૂર્વ MLA દિનુમામા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન દિનુમામાએ બળવો કર્યો હતો. જે મુદ્દે સી આર પાટીલે જણાવ્યું કે, દિનુમામાએ ભૂલ કરી હતી અને એમને ભૂલ પણ કબૂલ કરી લીધી છે. જિલ્લાના MLA સાથે ચર્ચા કરીને એમને જોડવાનો નિર્ણય કર્યો છે. આ પ્રસંગે સી આર પાટીલે પાદરામાં MLAના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું.

Former Chairman of Baroda Dairy Dinu Mama has joined BJP along with his supporters

ગગનયાનને લઈને ISROનું મોટું એલાન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે આદિત્ય-એલ 1 ના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, ગગનયાનનું આગામી પરીક્ષણ ઓક્ટોબરમાં થઈ શકે છે.  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારત માટે આ ખુશીની ક્ષણ છે. અને બીજું ચંદ્રયાનની જેમ અહીં પણ આખો દેશ સામેલ હતો. તેમણે કહ્યું કે, PM મોદી આ તમામ હિતધારકોને સાથે લાવ્યા છે અને તેમને અહેસાસ કરાવ્યો છે કે, આ મિશન સમગ્ર ભારત માટે છે. મને લાગે છે કે, આગામી એક ગગનયાનની પ્રથમ પરીક્ષણ ઉડાન હશે જે ઓક્ટોબર મહિનામાં થઈ શકે છે. એટલે કે આવતા મહિને જ.

ISRO made a big announcement about Gaganyaan

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વ G20માં અમારા શબ્દો અને વિઝનને આપણા ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે અને તે માત્ર એક વિચાર નથી. લાંબા સમય સુધી ભારત એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જાણીતું હતું, હવે તેની પાસે એક અબજ મહત્વાકાંક્ષી માનસિકતા છે, બે અબજ કુશળ હાથ છે. ભારતીયો પાસે ભવિષ્યનો પાયો નાખવાની આજે સારી તક છે. આજના વિકાસનો પાયો આગામી એક હજાર વર્ષનું ભવિષ્ય નક્કી કરશે.

PM Modi Interview: PM Modi gave a jaw-dropping answer to China and Pakistan, said whether Kashmir or Arunachal Pradesh, we...

એશિયા કપ 2023 વચ્ચેની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાના ઘરે પરત ફર્યો છે. બુમરાહના ભારત પાછા આવવાનું કારણ અંગત ગણાવાયું છે. ભારતીય ટીમને સોમવારે (3 સપ્ટેમ્બર) નેપાળ સામે પોતાની બીજી મેચ રમવાની છે. બુમરાહ આ મેચમાં નહીં રમે. જોકે બુમરાહ ટૂંક સમયમાં જ ટીમમાં ફરી જોડાશે. તે નેપાળ સામેની મેચ રમશે નહીં. પરંતુ ત્યાર બાદ તે સુપર-4 માટે ભારતીય ટીમ સાથે જોડાશે. બુમરાહ અંગત કારણોસર ઘરે પરત ફરી રહ્યો હોવાની માહિતી મળી છે.

Asia Cup 2023: Jasprit Bumrah returns home, set to miss Nepal clash

ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજામાં ગઈકાલે વરસાદે વિઘ્ન પાડ્યું હતું. એશિયા કપ 2023 ની આ જોરદાર મેચ વરસાદને કારણે બગડી ગઇ હતી હવે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ કરવામ અંગે નિર્ણય લેવાઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલંબોમાં વરસાદ રોકાય તેવી કોઈ શક્યતા ન હોય એને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડે તેવા અણસાર હોવાથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર સુપર 4 મેચોને શિફ્ટ કરવા વિચાર કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

 asia cup 2023 match likely to be shift after india vs pakistan called off

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ