બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં આવતીકાલે સ્કૂલ,કોલેજમાં રજા જાહેર, 4 સિસ્ટમ સક્રિય, 48 કલાક ભારેથી અતિભારેની આગાહી

ગુજરાત / ઉમરગામમાં 24 કલાકમાં 43 ઈંચ વરસાદ,એરફોર્સ અને કોસ્ટગાર્ડ ને એલર્ટ, અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત

Published By: Nidhi Panchal

Last Updated: 02:22 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વલસાડ, તાપી અને સુરતમાં ગઈકાલથી રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં જોવા મળી રહી છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

વરસાદની સ્થિતિને જોતા ગઈકાલથી જ NDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. જેમ જેમ વરસાદનું જોર વધ્યું તેમ રેસ્ક્યૂ ટીમોને પણ વિવિધ વિસ્તારોમાં મોબિલાઈઝ કરવામાં આવી હતી. SDRFની ટીમોએ પણ બચાવ કામગીરીમાં જોડાઈને અત્યાર સુધીમાં 1200 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા છે.

rescue

સુરત શહેરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 1500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં હાલમાં NDRFની 3 ટીમો તૈનાત છે, જ્યારે વલસાડમાં 2 ટીમો રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. વલસાડમાં વધુ એક NDRF ટીમ મોકલવામાં આવી રહી છે.

ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં એરલિફ્ટિંગ કરી શકાય તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

મોનિટરિંગ અને સંકલન કરવામાં આવી રહ્યું

દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીએ પ્રભારી સચિવોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે. ભૂતકાળમાં આવી કુદરતી આફતો દરમિયાન કામગીરી કરી ચૂકેલા અધિકારીઓને પણ મેદાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર સ્થિતિનું SEOC ગાંધીનગરથી સતત મોનિટરિંગ અને સંકલન કરવામાં આવી રહ્યું છે.

પરિવહન વ્યવસ્થા પર પણ પડી

ભારે વરસાદની અસર પરિવહન વ્યવસ્થા પર પણ પડી છે. રાજ્યમાં 200 જેટલી ST બસની ટ્રીપ બંધ કરવામાં આવી છે. બીજી તરફ, તાપી જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે અમદાવાદની સ્થિતિ અંગે પણ તેમણે સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : વાપીમાં 17 ઈંચ વરસાદ, ઓરંગા નદીમાં પૂર, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા, 365 રસ્તા બંધ

હાલ તંત્રની નજર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારો પર છે. NDRF, SDRF સહિતની ટીમો રેસ્ક્યૂ કામગીરીમાં લાગી છે અને જરૂરિયાત મુજબ વધુ ટીમોને પણ સ્થળ પર મોકલવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain news Rain situation Rain forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ