બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચામુંડા બ્રિજથી સ્ટર્લિંગ સિટી સેક્ટર સુધી..., વરસાદે તો અમદાવાદમાં છોતરાં કાઢી નાખ્યાં

photo-story

12 ફોટો ગેલેરી

ગુજરાત / ચામુંડા બ્રિજથી સ્ટર્લિંગ સિટી સેક્ટર સુધી..., વરસાદે તો અમદાવાદમાં છોતરાં કાઢી નાખ્યાં

Last Updated: 01:32 PM, 23 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે.રસ્તાઓ, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

1/12

photoStories-logo

1. અમદાવાદમાં ધોધમાર વરસાદથી શહેર પાણીમાં ગરકાવ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

અમદાવાદમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને વરસાદી માહોલમાં ધકેલી દીધું છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્ર માટે પણ પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. સ્ટર્લિંગ સિટી સેક્ટર

સ્ટર્લિંગ સિટી સેક્ટરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. સેક્ટર-એ અને સેક્ટર-બી સંપૂર્ણ જળબંબાકાર બન્યા છે. અનેક બંગલાઓની અંદર વરસાદી પાણી પ્રવેશી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. લો ગાર્ડન વિસ્તાર

વહેલી સવારથી પડેલા ભારે વરસાદ બાદ લો ગાર્ડન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. કોલેજ અને નોકરીએ જવા નીકળેલા લોકો તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રથમ જ ભારે વરસાદમાં શહેરની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. શાહીબાગ અંડરપાસ

ભારે વરસાદ બાદ શાહીબાગ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા તેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે. સુરક્ષાના કારણોસર તંત્રએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાથી નાગરિકોને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. બાપુનગર વિસ્તાર

ભારે વરસાદ બાદ બાપુનગરના વોરા ના રોજા વિસ્તાર અને ચામુંડા બ્રિજ રોડ પર ભારે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. સિંધુ ભવન રોડ

સિંધુ ભવન અને તેની આસપાસના તમામ રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક રસ્તાઓ પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ રહી છે, જેના કારણે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. માદલપુર અન્ડરબ્રિજ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા માદલપુર અન્ડરબ્રિજમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. અન્ડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. શાહ આલમ વિસ્તાર

શાહ આલમ વિસ્તારમાં પણ ભારે વરસાદ બાદ અનેક માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પર અસર થઈ છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. મકરબા વિસ્તાર

અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મકરબા કોર્પોરેશન રોડ અને ક્રોસ રોડ પર પણ ભારે પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. કર્ણાવતી ક્લબ વિસ્તાર

કર્ણાવતી ક્લબ સામેનો રોડ પણ ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબી ગયો છે. નવા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને વાહનવ્યવહાર ધીમો બન્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. સોલા અને પશ્ચિમ અમદાવાદ

વહેલી સવારથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સતત વરસાદથી સોલાનું તળાવ પાણીથી લબાલબ ભરાઈ ગયું છે. ઉપરાંત 132 ફૂટ રિંગ રોડથી અખબારનગર સરકારને જોડતો અખબારનગર અંડરપાસ વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઈ જતાં તેને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. ટ્રાફિક વ્યવસ્થા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે સતત કામગીરી

શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. રસ્તાઓ, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ, ટ્રાફિક વ્યવસ્થા અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Waterlogging Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ