બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટણમાં કિર્તિદાન-રાજભાના ડાયરામાં ચલણી નોટોનો વરસાદ, આખુ સ્ટેજ રૂપિયાથી ઉભરાયું

પાટણ / પાટણમાં કિર્તિદાન-રાજભાના ડાયરામાં ચલણી નોટોનો વરસાદ, આખુ સ્ટેજ રૂપિયાથી ઉભરાયું

Vishal Khamar

Last Updated: 01:56 PM, 7 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણમાં ગત રોજ ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી. તેમજ હાજર જનમેદનીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

પાટણ ખાતે ગતરોજ ગોશાળાના હિતાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ સૂર અને સંગીતની મોહક મહેફિલ માણવી દીધી હતી. તેમની મંડપમાં ઉમટી પડેલ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જનમેદનીએ ખુશી વ્યક્ત કરતા ચલણી નોટોના વરસાદથી સ્ટેજ રૂપિયાથી છલકાઈ ગયું હતું. 50, 100 અને 500 રૂપિયાની નોટોથી સ્ટેજ ઉભરાઈ જવા પામ્યું હતું.

છઠ્ઠા દિવસે લોક ડાયરો યોજાયો

પાટણના અનાવાડામાં હરિઓમ ગૌશાળા લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે. કથાના છઠ્ઠા દિવસે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવી સહિતનાઓએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

આ પણ વાંચોઃ અમિત શાહના હસ્તે વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ, નરસિંહ મહેતા સરોવર નામ અપાયું, 1 જાન્યુ.થી ઓપન

નોટોનો વરસાદ કર્યો

લોક ડાયરો બીમાર ગૌમાતા અને ગૌશાળાના લાભાર્થે યોજાયો હતો. કલાકારોએ ભજન અને ગીતોની રમઝટ બોલાવી હતી.લોકોએ 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lok Diaries Patan News Patan
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ