હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ગુજરાતમાં 2 ઓક્ટોબર પછી વરસાદની નહીંવત સંભાવના છે અને ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાને આરે
2 ઓક્ટોબર પછી વરસાદની ભાગ્યે જ સંભાવના
હાલમાં ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નહીં
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે તેવી હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે શનિવારે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં ચોમાસાની કોઈ સિસ્ટમ સક્રિય નથી અને તેથી વરસાદની કોઈ સંભાવના નથી. જોકે સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
2 ઓક્ટોબર પછી કેમ વરસાદની નહીંવત શક્યતા
હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી એટલે 2 ઓક્ટોબર પછી ચોમાસું વિદાય થઈ જશે.
સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી
ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં સુરત, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે.
ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે
1 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. 2 ઓક્ટોબરે સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે.
શિયાળો મોડો શરૂ થાય તેવી શક્યતાઓ
રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળાને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે શિયાળો મોડો શરૂ થાય તેવી શક્યતાઓ છે. ચાલુ વર્ષે શિયાળાની સીઝન 20 દિવસ મોડી શરૂ થયા તેવી સંભાવનાં છે.