બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 40થી 50 કિમીની ઝડપે પવન સાથે આગામી 6 દિવસ ગુજરાતમાં ત્રાટકશે મેઘરાજા
Last Updated: 03:28 PM, 31 May 2026
આજે રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં સાંજના સમયે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ક્રિકેટપ્રેમીઓ અને આયોજકોની ચિંતા વધી છે.
ADVERTISEMENT
ત્રણ અલગ-અલગ વેધર સિસ્ટમ સક્રિય
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્ય પર ત્રણ અલગ-અલગ વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. તેના પરિણામે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
ADVERTISEMENT
6 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર થવાની સંભાવના છે.
ADVERTISEMENT
કરા સાથે પણ વરસાદ પડી શકે છે
અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કરા સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દાહોદ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લોદરાના સરપંચના ભાઈ-દીકરાની દાદાગીરી તો જુઓ, પોલીસની હાજરીમાં જ અધિકારીને માર્યો માર
IPL 2026 ની મેચ દરમ્યાન વરસાદની શક્યતા
ADVERTISEMENT
અમદાવાદમાં આજે સાંજે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વચ્ચે IPL 2026ની ફાઈનલ મેચ દરમિયાન હવામાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો વરસાદ લાંબો સમય ચાલુ રહે તો મેચના સમયપત્રકમાં ફેરફાર કે ઓવરોમાં ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. ક્રિકેટપ્રેમીઓ હવે મેચની સાથે હવામાન પર પણ નજર રાખી રહ્યા છે, કારણ કે વરસાદ ફાઈનલના રોમાંચમાં વિલન બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.