બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોદરાના સરપંચના ભાઈ-દીકરાની દાદાગીરી તો જુઓ, પોલીસની હાજરીમાં જ અધિકારીને માર્યો માર
Last Updated: 02:57 PM, 31 May 2026
પાટણ જિલ્લાના લોદરા ગામમાં ગેરકાયદેસર પાણીના જોડાણો દૂર કરવા ગયેલી પાણી પુરવઠા વિભાગની ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં મદદનીશ પાણી પુરવઠા અધિકારી મેહુલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, લોદરા ગામના પાટિયા પાસે આવેલી એક હોટલમાં ગેરકાયદેસર પાણીનું કનેક્શન હોવાની ફરિયાદના આધારે પાણી પુરવઠા વિભાગની ટીમ કાર્યવાહી કરવા પહોંચી હતી. દરમિયાન ગામના સરપંચ પ્રદીપ ઠાકોરના ભાઈ અને પુત્રએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો કર્યો હોવાના આરોપો ઉઠ્યા છે.

ADVERTISEMENT
પોલીસની હાજરીમાં ઘટના બની
ખાસ બાબત એ છે કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે દિવસ અગાઉ પણ સંબંધિત અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 5 જૂને સુરતમાં સંબોધશે જંગી સભા
સરકારી કર્મચારીઓમાં રોષ
ADVERTISEMENT
સરકારી ફરજ બજાવતા અધિકારી પર થયેલા હુમલાને લઈને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ મામલાની ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.