બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 5 જૂને સુરતમાં સંબોધશે જંગી સભા

ગુજરાત / વડાપ્રધાનના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 5 જૂને સુરતમાં સંબોધશે જંગી સભા

Published By: Vishal Khamar

Last Updated: 03:00 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 5 જૂને ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમના કાર્યક્રમને લઈ સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના સુરત પ્રવાસ દરમિયાન એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવનાર હોવાથી વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સભા માટે યોગ્ય સ્થળની પસંદગી અંગે સુરતના વેસુ અને વરાછા વિસ્તારમાં વિવિધ સ્થળોનું નિરીક્ષણ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર મૂળના લેઉવા પાટીદાર સમાજના પ્રભાવ ધરાવતા વિસ્તારમાં યોજાય તેવી શક્યતા છે. આ કારણે કાર્યક્રમને રાજકીય અને સામાજિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરતમાં પાટીદાર પ્રભુત્વ વિસ્તારોમાં પૂર્ણ થયેલા ફ્લાયઓવર, માર્ગ વિકાસ અને પાણી પુરવઠા સંબંધિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થવાની સંભાવના છે.

ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે કાર્યક્રમ

PM મોદીના કાર્યક્રમને લઈ તંત્રનું એડીચોટીનું જોર સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે કાર્યક્રમ
6 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે જાય તેવી શક્યતા

આ દરમિયાન વડાપ્રધાન મોદી 6 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દમણમાં અંદાજે 97 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજરી આપે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ જસદણ નગરપાલિકામાં ખેલાયેલ ધીંગાણું મામલે પતિ-પત્ની સહિત 3ની ધરપકડ

વડાપ્રધાનના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર દ્વારા આયોજન અને સુરક્ષા સંબંધિત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કાર્યક્રમની સત્તાવાર જાહેરાત અને સ્થળ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat PM Modi PM Modi Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ