બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણ નગરપાલિકામાં ખેલાયેલ ધીંગાણું મામલે પતિ-પત્ની સહિત 3ની ધરપકડ
Last Updated: 01:16 PM, 31 May 2026
જસદણ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાના મામલે જસદણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે સફાઈકર્મી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
જૂની અદાવતમાં હુમલો કર્યો હતો
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ નગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પર એક સફાઈકર્મીએ હુમલો કર્યો હતો. આ હુમલો દુષ્કર્મના કેસ તેમજ જૂની અદાવતને કારણે કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
આ સમગ્ર મારામારીની ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના વીડિયો ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી.
ADVERTISEMENT

કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો
ADVERTISEMENT
પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે બંને પક્ષના કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી સફાઈકર્મીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ શોભાના ગાંઠિયા સમાન ભાવનગર મનપાની 13 ઇ-રિક્ષા, હવે કરાશે આઉટસોર્સિંગનો ઉપયોગ
ADVERTISEMENT
સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
જસદણ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.