બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / શોભાના ગાંઠિયા સમાન ભાવનગર મનપાની 13 ઇ-રિક્ષા, હવે કરાશે આઉટસોર્સિંગનો ઉપયોગ
Last Updated: 12:58 PM, 31 May 2026
ભાવનગર મહાનગરપાલિકાને વર્ષ ૨૦૧૯ દરમિયાન શહેરના ચાર અલગ-અલગ દાતાઓ દ્વારા કુલ ૧૩ ઇ-રિક્ષાઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં મનપા અને પોલીસ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા દરેક વોર્ડમાં એક-એક ઇ-રિક્ષા ફાળવવામાં આવી હતી.
ADVERTISEMENT

આ ઇ-રિક્ષાઓનો ઉપયોગ મહાનગરપાલિકાની વિવિધ વસૂલાત કામગીરી તેમજ દંડનીય કાર્યવાહી માટે કરવામાં આવતો હતો. પરંતુ કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન લાંબા સમય સુધી ઉપયોગ બંધ રહેતા રિક્ષાઓનું મેન્ટેનન્સ સમયસર થઈ શક્યું ન હતું. પરિણામે મોટાભાગની ઇ-રિક્ષાઓ બિનઉપયોગી બની ગઈ હતી.
ADVERTISEMENT

એક ઈ-રિક્ષાનો ઉપયોગ શરૂ
ADVERTISEMENT
ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે એક ઇ-રિક્ષાને ફરી શરૂ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરીમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અંબાજીથી લઇને દ્વારકા સુધી..., પૂનમના પાવન દિવસે મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ
ADVERTISEMENT
અધિકારીએ શું કહ્યું
હાલ મનપા તંત્ર દ્વારા તમામ ૧૩ ઇ-રિક્ષાઓને આઉટસોર્સિંગથી ફરી ઉપયોગમાં લેવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરી દરેક વોર્ડમાં વિવિધ કામગીરી માટે આ ઇ-રિક્ષાઓ કાર્યરત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.