બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીથી લઇને દ્વારકા સુધી..., પૂનમના પાવન દિવસે મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ
Last Updated: 12:47 PM, 31 May 2026
યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો નુ ઘોડાપુર
ADVERTISEMENT
યાત્રાધામ અંબાજી ખાતે આજે પવિત્ર પૂનમના અવસરે માઇભક્તોનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે.અંબાજી મંદિર પરિસરમાં "બોલ મારી અંબે, જય જય અંબે" ના નાદ ગુંજ્યા છે. વહેલી સવારથી મા અંબાના દર્શન માટે લાંબી લાઇન લાગી છે.જો કે આ ભક્તિમય માહોલ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અંબાજીથી પાલનપુર અને અંબાજીથી હિંમતનગર તરફ જતા હાઈવે પર વાહનોની લાંબી લાઇન લાગી છે.અંબાજી ખાતે ચાલી રહેલા કોરીડોરના વિકાસ કામોને કારણે કેટલાક રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે અને કેટલાક રસ્તાઓ બંધ છે.જેની અસર પાર્કિંગ વ્યવસ્થા પર પડી છે..પાર્કિંગ પ્લોટ તોડી દેવાતા યાત્રિકોને પોતાના વાહનો પાર્ક કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
અધિક માસની પૂનમે ડાકોરમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર
આજે પવિત્ર અધિક માસની પૂનમનો દિવસ છે.. ત્યારે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે..વહેલી સવારથી જ રણછોડરાયના દર્શન માટે શ્રદ્ધાળુઓએ લાઇન લગાવી છે..ભક્તોની ભીડને પગલે મંદિર પરિસર અને ગોમતી તળાવ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે..ટ્રાફિક નિયંત્રણ માટે વિશેષ રૂટની વ્યવસ્થા કરાઇ છે.. જય રણછોડના નાજ સાથે ડાકોર નગર ભક્તિના રંગમાં રંગાયું છે.. અધિકમાસની પૂનમના દિવસે રણછોડરાયના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.
ADVERTISEMENT
યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ
ADVERTISEMENT
આજે પુરુષોત્તમ માસની પવિત્ર પૂર્ણિમાના દિવસે યાત્રાધામ શામળાજી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે લાંબી કતારોમાં જોડાઈ ગયા છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાન વિષ્ણુના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે..જેને પગલે લોકો દૂર- દૂરથી શામળાજી આવી રહ્યા છે.નિજ મંદિરને રંગબેરંગી સુગંધિત ફૂલોથી સજાવવામાં આવ્યું છે. મંદિરમાં પરંપરાગત રીતે ભવ્ય 'કેરી મનોરથ'ની ઉજવણી કરાઇ રહી છે.જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.શ્રધ્ધાળુઓ શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.. તો મંદિર પરિસર જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારને જેલની સજા, વળતર પણ ચૂકવવું પડશે
દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની લાઈન
ADVERTISEMENT
અધિક માસની પૂનમના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂં મહત્વ છે, ત્યારે આજે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી લાંબી લાઈન લગાવી. દ્વારકાધીશના દર્શન કર્યા ગોમતીના કાંઠે મહિલાઓએ ભગવાન પુરૂષોત્તમજીની પૂજા કરીને ગોમતીમાં સ્નાન કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.